રાજકોટવાસીઓનો ઉપવાસ ભાંગ્યો: મકાઈના લોટમાંથી બનતી પેટીસને ફરાળી પેટીસના નામે વેચાતી હતી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Rajkot: હાલ હિંદુઓ માટે પવિત્ર એવો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે શ્રધાળુઓ ઉપવાસ રાખતા હોય છે. રાજકોટમાં લોકોનો ઉપવાસ ભાંગે અને સ્વાસ્થ્ય બગાડે તેવી ‘ફરાળી પેટીસ’નું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. એક સંસ્થા દ્વારા ફરાળી પેટીસના નામ પર ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા મકાઈના લોટમાંથી બનેલી પેટીસનું વેચાણ કરી લોકોની આસ્થા અને સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમે દરોડા પડતા મોટા પ્રમાણમાં આવી પેટીસ મળી આવી છે. જેને લઈને સ્થાનિકો રોષે ભરાયા છે.
પવિત્ર શ્રાવણ મહિના ઉપવાસ દરમિયાન લોકો ફરાળી ખોરાક જ ખાતા હોય છે. ત્યારે બજારમાં વિવિધ પ્રકારના ફરાળી નાસ્તા મળતા હોય છે. ત્યારે આવા ફરાળી નાસ્તાની ચકાસણીને લઈને રાજકોટનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડવામા આવી રહ્યા છે. ત્યારે રાજકોટના જલારામ ચોકમાં આવેલી શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટમાં દરોડા પડતા ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજકોટના શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટમાંથી અખાદ્ય ફરાળી પેટીસનો જથ્થો ઝડપાયો છે. પેટીસ બનાવવા ઉદ્યોગોમાં વાપરતા મકાઈના લોટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખૂલ્યુ છે. આમ આ સંસ્થા લોકોના સ્વાસ્થ્ય અને શ્રદ્ધા સાથે ચેળા કરતી હોવાનું સામે આવતા લોકો રોષે ભરાયા છે.
આ સંસ્થા દ્વારા રાહત દરે 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ફરાળી પેટીસ વેચવામાં આવી રહી હતી. પરંતુ તેને સસ્તી બનાવવા તેમાં ફરાળી લોટને બદલે મકાઈનો લોટ નાંખવામાં આવતો હતો. યુનિટમાંથી મોટી માત્રામાં મકાઈના લોટના બરદાન મળી આવ્યા છે. ફરાળી પેટીસનો સ્વાદિષ્ટ બનાવવા લીંબુના ફુલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પણ ખુલાસો થયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.