WhatsApp થી પણ કરાવી શકાશે FASTag Recharge, કરવું પડશે આટલું કામ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ડ્રાઈવિંગ કરતાં લોકો માટે FASTag ખૂબ જ જરૂરી છે. ટોલ પ્લાઝા ક્રોસ કરનારા લોકોને ડબલ ટેક્સ લાગે છે, જેને કારણે યુઝર્સ પરેશાનીનો સામનો કરતાં હોય છે. ફાસ્ટેગ રિચાર્જમાં પણ ખૂબ જ સમય જાય છે. જોકે, આ ટેન્શનને ખતમ કરવા માટે અને FASTag Recharge વધુ સરળ બનાવવા માટે IDFC બેંક દ્વારા WhatsApp ના માઝ્યમથી ફાસ્ટેગ રિચાર્જ કરવાની સુવિધા ચાલુ છે. એટલે કે કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશન અથવા નેટબેંકિગ લોગઈન વગર તાત્કાલિક WhatsApp પર એક મેસેજ મોકલીને ફાસ્ટેગ રિચાર્જ થઈ શકશે.

FASTag Rechargeની પ્રક્રિયા

  1. IDFC બેંકના કસ્ટમર્સને તેમના ફોનમાં +919555555555 આ નંબરને સેવ કરવો પડશે. આ નંબર IDFC ફર્સ્ટ બેંકનો વોટ્સએપ ચેટબોટનો નંબર છે.
  2. ફોનમાં નંબર સેવ કર્યા બાદ Hi લખીને મોકલો અને પછી રિચાર્જનો વિકલ્પ પસંદ કરો.
  3. જેટલાનું રિચાર્જ કરાવવાનું છે તેટલી રકમ નાંખ્યા બાદ ઓટીપીના માધ્યમથી ટ્રાન્ઝેક્શનને ઓથેંટિકેટ કરવું પડશે.
    બાદમાં કન્ફર્મેશન મેસેજ આવશે.

નોંધનીય છે કે આ સુવિધાનો ફાયદો ઉક્ત બેંકના કસ્ટમર્સ ઉઠાવી શકશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.