ટ્રેન્ડિંગ -પંકિલ મહેતા
સામાન્ય લોકો માટે ભલે હજુ વર્ષ ૨૦૨૨ પૂરું થવામાં લગભગ બે મહિના બાકી હોય, પરંતુ દુનિયાભરના ફેશન ડિઝાઈનરો માટે આ સમય દિવસરાત એક કરી દેવાનો છે. કારણ કે તેઓ વર્ષ ૨૦૨૩ની પૂર્વસંધ્યાએ જ આ વર્ષનો ફેશન ટ્રેન્ડ સેટ કરવા માગે છે. આ જ કારણ છે કે ઑક્ટોબર મહિના સુધી ન્યૂયોર્ક, લંડન, પેરિસ, મિલાન અને મુંબઈમાં થનારા ફેશન શો પૂરા થયા બાદ દુનિયાભરમાં મોટા મોટા ફેશન ડિઝાઈનર નવેમ્બર ૨૦૨૨માં જ આગામી વસંત અને ગરમીનો ફેશન ડ્રેન્સ સેટ કરવામાં લાગી પડ્યા છે.
બદલી રહી છે ફેશનની દુનિયા: પહેલા ફેશન શો થતા હતા. આ શોમાં ફેશન ડિઝાઈનર પોતાની નવી ડિઝાઈન રજૂ કરતા હતા અને શોમાં આ ડિઝાઈનમાં મળનારા રિસ્પોન્સ આધારે પોતાનું નવું કલેક્શન તૈયાર કરતા હતા. પરંતુ હવે એમ નથી થતું. ફેશન ડિઝાઈનર પોતાની ડિઝાઈન માટે રિસ્પોન્સની રાહ જોતા નથી. આથી તેમણે પોતાનું બહુ નાનું અને વિશ્ર્વાસપાત્ર ઈનર સર્કલ બનાવી લીધું છે. હવે તેઓ આ ઈનર સર્કલની પસંદ અને નાપસંદના માધ્યમથી શો શરૂ થતાં પહેલા જ પોતાનું કલેક્શન તૈયાર કરી લે છે. તેથી આજકાલ ફેશન શોની સાથે સાથે ખાસ બ્રાન્ડના કપડા પણ લોંચ થાય છે. ફેશન શોના બહારના આઉટલેટમાં પણ તેને ડિસ્પ્લે કરવામાં આવે છે. જેનાથી તેની ખરીદી થઈ શકે. આથી તેમને કોઈ મોટા ફેશન શોની પહેલા પોતાના કલેક્શનને તૈયાર કરવા અને રજૂ કરવાનો સફળ ઈશારો મળી જાય. નવા વર્ષના સમયે નવી ડિઝાઈનના કલેક્શનની બજારમાં સારી માગ હોય છે. આથી દુનિયાભરના ફેશન ડિઝાઈનર નવેમ્બરમાં જ પોતાનું કલેક્શન તૈયાર કરી
લે છે. જેથી નવા વર્ષની પૂર્વસંધ્યા પર સારો એવો કારોબાર
થઈ શકે.
હવે નવા ટ્રેન્ડની ઉંમર છે છ મહિના: એક સમય હતો કે કોઈપણ નવી ફેશન કે ટ્રેન્ડ આવે તો એક વર્ષ તો શું ઘણાં વર્ષ સુધી ચાલતો, પરંતુ હવે દુનિયા ખૂબ જ ઝડપી દોડી રહી છે ખાસ કરીને ફેશનના મામલામાં. તમે બજારમાંથી લેટેસ્ટ ડિઝાઈન લાવો અને છ મહિનામાં તો તે જૂની થઈ જાય છે. કારણ કે ઠીક છ મહિના બાદ મોટા મોટા ફેશન ડિઝાઈનરોના બીજા કલેક્શન આવી જાય છે.
સ્વતંત્ર થઈ રહ્યા છે ફેશન ડિઝાઈનર: એક જમાનો હતો કે ફેશન ડિઝાઈન ગમે ત્યાંથી પ્રેરણા મેળવતા હતા. ફિલ્મોથી, આર્ટથી, જિંદગીની રાજનૈતિક અને સામાજિક હલચલથી. પણ હવે ફેશન ડિઝાઈનર આવા કોઈ બાહરી નિયંત્રણની પ્રતીક્ષા કરતા નથી કે નથી તેની પરવા કરતા. હવે મોટા ભાગના ફેશન ડિઝાઈનરો નવી ડિઝાઈન માટે ફિલ્મ ડિરેક્ટરની રાહ જોતા નથી. હવે પોતાની કલ્પાનાના હીરો અને હિરોઈનો માટે ડિઝાઈનરો કપડા બનાવે છે અને તેને આત્મવિશ્ર્વાસપૂર્વક લોંચ કરે છે. જેથી ફિલ્મ નિર્દેશક પોતાની આગામી ફિલ્મના હિરો-હીરોઈન માટે ડ્રેસ ડિઝાઈનની કલ્પના કરી લે. ફેશન ડિઝાઈનર હવે એક કદમ આગળ રહેવા માગે છે. જેથી તેમને કોઈ ગાઈડ ન કરે, પણ તેઓ તમામ કલ્ચરલ થીમ અને મૂડને ગાઈડ કરી શકે.
ડિઝાઈનરો હવે સંગ્રહ નહીં કરી શકે: એક સમયે ફેશન ડિઝાઈનરો પોતાના સંગ્રહને ત્રણ-ત્રણ વર્ષ સુધી વેચતા હતા. આથી તેઓ આ કલેક્શનનો સંગ્રહ કરતા હતા. પણ હવે ટ્રેન્ડ બદલી ગયો છે. હવે ફેશન ડિઝાઈનર નવા કલેક્શન આવ્યા પહેલા જૂના કલેક્શનનો હર હાલમાં નિકાલ કરી દે છે, જેથી તેમને કબાટ ખાલી મળે. આથી દુનિયાના મોટા ભાગના સ્ટોરમાં નવી બ્રાન્ડનું નવું કલેક્શન આવી જાય છે. કારણ કે ફેશન ડિઝાઈનર જાણી ગયા છે કે જ્યાં સુધી નવું નહીં આવે ત્યાં સુધી તેઓ જૂના પર નિર્ભર રહીને ગુજારો કરી શકશે નહીં. પેરિસ અને મિલાનમાં તો દર ત્રીજા મહિને સેલ લાગી હોય છે. અહીં અડધા દામમાં બ્રાન્ડેડ કપડા વેચવામાં આવે છે.
૨૦૨૩માં કયા રંગનું વર્ચસ્વ રહેશે: જો ફેશન ડિઝાઈનરોના અનુમાન પર ધ્યાન આપીએ તો વર્ષ ૨૦૨૩માં રિંગણી રંગ છવાઈ જશે. આજકાલ કોઈ વિશેષ રંગ માત્ર કપડામાં જ નહીં એસેસરીમાં પણ જોવા મળે છે. ખાસ કરીને જયારે મોબાઈલના સ્ક્રીન ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. મોટા ભાગના ડિઝાઈનરો માને છે કે આવનારા વષમાં પર્પલ એટલે કે જાંબલી-રિંગણી કલરનો દબદબો રહેશે. આ રંગ લાલ અને બ્લુના મિશ્રણથી બને છે. આમાં પ્રેમ અને જોશની ભાવના છુપાયેલી હોય છે. આ બ્લુ જેવો દેખાઈ છે, પણ બ્લુ કલર કરતા તેની તાસિર અલગ હશે. બ્લુ રંગ વિસ્તાર અને શીતળતાનો પ્રભાવ પેદા કરે છે. તો જાંબલી કલર ગર્મજોશીથી ભરેલો હોય છે. આથી યુવાનોને આ પસંદ છે અને મોબાઈલ કવરથી માંડી સ્ક્રીન સુધી આ સૌનો પસંદગીનો કલર છે. આથી ફેશનની દુનિયામાં નવા વર્ષ ૨૦૨૩નો રંગ જાંબલી રહેશે.