President Election: શરદ પવાર બાદ હવે ફારુક અબ્દુલ્લાની પીછેહઠ, સામે આવ્યું મુખ્ય કારણ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના બે ધરખમ નેતાઓએ મેદાનમાં ઉતરવાનો ઈનકાર કર્યો છે. સૌથી પહેલા એનસીપી નેતા શરદ પવારે ચૂંટણી લડવાની ના પાડી દીધી અને હવે નેશનલ કોન્ફેરેન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લાએ પણ આ પદ માટે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે.
અબદુલ્લા તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે મમતા બેનર્જીનો આભાર વ્યક્ત કરરું છું કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મારા નામને આગળ કરવામાં આવ્યું અને જે નેતાઓએ મને સમર્થન આપ્યું છે તેમને પણ આભાર વ્યક્ત કરું છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેં આ મામલે ખૂબ જ વિચાર કર્યો અને મારું માનવું છે કે જમ્મુ-કાશ્મીર અત્યારે ખૂબ જ ખરાબ સમયથી પસાર થઈ રહ્યું છે અને આવા કપરાં સમયે મારી જરૂર છે. તેથી ખૂબ જ આદર સાથે આ ચૂંટણીમાંથી મારું નામ પાછું ખેંચી રહ્યો છું.

નોંધનીય છે કે 15 જૂનના ટીએમસી નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વિપક્ષી નેતાઓની બેઠકમાં શરદ પવારની સાથે ફારુક અબદુલ્લા, ગોપાલ કૃષ્ણ ગાંધી અને એન. કે. પ્રેમચંદ્રનના નામની ચર્ચા કરી હતી.

2 thoughts on “President Election: શરદ પવાર બાદ હવે ફારુક અબ્દુલ્લાની પીછેહઠ, સામે આવ્યું મુખ્ય કારણ

    1. ઇ-પેપરનો પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો છે. આપની પ્રતિક્રિયા અંગે આભાર. મુંબઇ સમાચારને આવી જ રીતે વાંચતા રહેજો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.