લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂતોના હીત માટે છેવટ સુધી સક્રિય રહ્યા ત્યારે તેમના સ્મારક તરીકે જગવિખ્યાત થયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટિના પાંચ કિમીના અંતરે આવેલા ગામડાઓમાં વીજળી-પાણીના ધાંધિયાથી ખેડૂતો અને આમ જતા પરેશાન છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિમીની રેન્જમાં આવતા ફુલસર, કંજાલ, ડુથર, હિંગાપાદર, ચોપડી, વાઘઉંમર, પાનખલા, માથાસર, કણજી, વાંદરી સહીતના ગામોમાં છેલ્લા 12 દિવસથી વીજળી ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ત્યારે નવા ચૂંટાયેલા નર્મદા જીલ્લાની ડેડીયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના વધાનસભ્ય ચૈતર વસાવાએ સરકારને પશ્ર્નોના નિરાકરણ માટે આપીલ કરી હતી અને જો તેમની માગણી પૂરી કરવામાં નહીં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે જ હલ્લા બોલ કરવાની ચીમકી પણ આપી હતી. ચૈતર વસાવા પાસે ડેડિયાપાડા વિસ્તારના સરપંચો અને ખેડૂતો વીજળી અને પાણીને લાગતાં પ્રશ્નોને લઈને પહોંચ્યા હતા.ચૈતર વસાવા તુરંત ખેડૂતો અને સરપંચો સાથે ગુજરાત વીજબોર્ડ કચેરીએ પહોંચી ગયા હતા.અને પ્રજાના પ્રશ્નો વેહલી તકે હલ કરવા હાજર કર્મચારઓને સૂચના આપી હતી.વસાવાએ જણાવ્યું હતું કે અહીંયાના અધિકારી અચાનક રજા પર ઉતરી ગયા છે, પૂરતો સ્ટાફ પણ નથી. અહીંયા છેલ્લા 5 વર્ષથી ખેતીવાડી કનેક્શનને લગતી 1029 અરજીઓ પેંડીગ છે, તો બીજી બાજુ અધિકારીઓ ગ્રાન્ટનો અભાવ હોવાનું કારણ આપે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિમીની રેન્જમાં આવતા ફુલસર, કંજાલ, ડુથર, હિંગાપાદર, ચોપડી, વાઘઉંમર, પાનખલા, માથાસર, કણજી, વાંદરી સહીતના ગામોમાં છેલ્લા 12 દિવસથી વીજળી નથી. તો આ બાબતે અધિકારીઓ જણાવે છે કે સુરતથી ટીમ મોકલી હું ચેક કરાવું છુ. નર્મદા ડેમ નજીકના ગામોમાં જ પાણી માટે લોકો વલખાં મારે છે. ખેતરમાં કામ ન થતાં ખેડૂતો 2 -3 મહિના સુધી સરકારી કચેરીઓના ધક્કા ખાય છે તે છતાં એમને યોગ્ય જવાબ મળતો નથી.આ વિસ્તારમા સોલાર સીસ્ટમ નિષ્ફળ ગઈ છે. આદીવાસી વિસ્તારમા આટલી બધી તકલીફો પડે છે ત્યારે ટ્રાયબલ બજેટના કરોડો રૂપિયા ક્યાં ગયા એ સવાલનો જવાબ સરકાર આપે, તેવો પડકાર તેમણે ફેંક્યો હતો.
વસાવાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વીજળીનું સબ સ્ટેશન બનાવવા માટે સરપંચોએ 70/70 ની જમીનો ફાળવી ઠરાવ આપી દિધો હોવા છતાં સબ સેન્ટરો ફાળવવામાં આવ્યા નથી. ગુજરાતમાં ઉધોગોને જેવી રીતે મફતના ભાવે વીજળી મળે છે એવી રીતે ગુજરાતનાં તમામ લોકોને મફતના ભાવે વીજળી મળે એવી અમે સરકારમાં રજૂઆત કરીશું. આદીવાસીઓ સાથે સરકાર અન્યાય કરે છે, અસમાનતા રાખે છે. જો અમને સમય પર વીજળી અને પાણી આપવામાં નહિ આવે તો આવનારા સમયમાં અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હલ્લા બોલ કરીશું, નર્મદા ડેમ પર વીજળી ઉત્પન્ન થાય છે એ પાવર હાઉસ કબજે કરીશું એને નર્મદા ડેમની મુખ્ય કેનાલ પણ બંધ કરી દઈશું.