Homeઆમચી મુંબઈખેડૂતોએ લોન્ગ માર્ચ રોકી દીધી: માગણીઓ નહીં સંતોષાય તો પાછા આવીશું: અખિલ...

ખેડૂતોએ લોન્ગ માર્ચ રોકી દીધી: માગણીઓ નહીં સંતોષાય તો પાછા આવીશું: અખિલ ભારતીય કિસાન સભા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અખિલ ભારતીય કિસાન સભાના નેતૃત્વમાં નીકળેલા લોન્ગ માર્ચને સફળતા મળી છે અને શુક્રવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભામાં એવી જાહેરાત કરી હતી કે કાંદાને આપવામાં આવનારા અનુદાનમાં વધારો કરવામાં આવશે, આ ઉપરાંત ખેડૂતોની વિવિધ માગણી પર પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે આદીવાસીની વનજમીન પરના દાવા બાબતે એક સમિતિ ગઠિત કરી છે અને તેમાં ભૂતપૂર્વ વિધાનસભ્ય જીવા પાંડુ ગાવિત અને વિધાનસભ્ય વિનોદ નિકોલેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર બધી જ માગણી પર સકારાત્મક હોવાથી હવે ખેડૂતોએ લોન્ગ માર્ચ પાછી ખેંચી લેવી એવી અપીલ મુખ્ય પ્રધાને કરી હતી.
ગુરુવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમ જ અન્ય સંબંધિત પ્રધાનોની હાજરીમાં ખેડૂતોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ શુક્રવારે વિધાનસભામાં ચર્ચા દરમિયાન મુખ્ય પ્રધાને કાંદા માટે રૂ. ૩૫૦ પ્રતિ ક્વિન્ટલ અનુદાન આપવાની અને અન્ય માગણીઓ સ્વીકારવાની જાહેરાત કરી હતી.
બીજી તરફ સીપીએમના વિધાનસભ્ય વિનોદ નિકોલેએ શુક્રવારે લોન્ગ માર્ચ સ્થગિત કરવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે અમે લોન્ગ માર્ચ રોકી દીધી છે. પરંતુ અમે સરકાર તરફથી અમારા મુદ્દા પર નક્કર પગલાં લેવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. જો અમારા મુદ્દાઓ પર સમાધાન કાઢવામાં નહીં આવે તો અમે પાછા મુંબઈ આવીશું. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular