(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હજારો ખેડૂતોએ મુંબઈમાં તેમનો મોરચો આગળ વધાર્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેમની ખેડૂત પ્રતિનિધિઓ સાથેની બેઠક સારી રહી હતી. સરકાર આ મુદ્દે વિધાનસભામાં નિવેદન કરશે.
નાશિકથી ચાર દિવસ પહેલાં ચાલુ થયેલી પગપાળા યાત્રા મુંબઈના પાડોશના થાણે જિલ્લામાં પહોંચી હતી.
શિંદે અને તેના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખેડૂત નેતાઓની સાથે મુલાકાત કરી હતી.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ખેડૂતો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને તે સકારાત્મક રહી હતી. આ બાબતે વિધાનસભામાં શુક્રવારે નિવેદન નોંધવામાં આવશે.
સરકારે બુધવારે રાતે પ્રધાનો દાદા ભૂસે અને અતુલ સાવેને ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે થાણે જિલ્લામાં દોડાવ્યા હતા.
ખેડૂતોની માગણીમાં કાંદાના ઉત્પાદકોને ક્વિન્ટલ દીઠ રૂ. ૬૦૦ની સહાય આપવી, ૧૨ કલાક અખંડિત વીજપુરવઠો કરવો અને કૃષિ લોન માફ કરવાની માગણીનો સમાવેશ થાય છે. ઉ
ખેડૂતોનો મુંબઈમાં મોરચો: મુખ્ય પ્રધાને કહ્યું, સકારાત્મક ચર્ચા
RELATED ARTICLES