બોલીવૂડ એક્ટર ફરદીન ખાન છેલ્લા ઘણા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. હવે તે 12 વર્ષ પછી ફરીથી મોટા પડદા પર પુનરાગમન કરવા જઈ રહ્યો છે. ગયા વર્ષે રિતેશ દેશમુખ સાથેની ફિલ્મમાં ફરદીનના પુનરાગમનની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, હવે તે સીધી OTT પર આવશે એવી માહિતી મળી છે. આ ફિલ્મનું નિર્માણ સંજય ગુપ્તા અને ભૂષણ કુમાર કરી રહ્યા છે.
ફરદીન ખાન કૂકી ગુલાટીની ફિલ્મ ‘વિસ્ફોટ’થી ફરી બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ સંજય ગુપ્તા દ્વારા નિર્મિત છે. તાજેતરમાં સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે ફરદીન ખાનની કમબેક ફિલ્મ થિયેટરોમાં નહીં પણ સીધી OTT પર સ્ટ્રીમ થશે. એક ઈન્ટરવ્યુમાં સંજય ગુપ્તાએ જણાવ્યું કે બોક્સ ઓફિસના તાજેતરના સંજોગોને કારણે ફિલ્મને 2023માં સીધી OTT પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
‘વિસ્ફોટ’ એ 2012ની વેનેઝુએલાની ફિલ્મ રોક, પેપર, સિઝર્સની સત્તાવાર રીમેક છે. જો રિપોર્ટ્સનું માનીએ તો રિતેશ દેશમુખ પાયલોટનો રોલ કરી રહ્યો છે અને ફરદીન ખાન ફિલ્મમાં કિડનેપરની ભૂમિકામાં છે, જે રિતેશના પુત્રનું અપહરણ કરે છે. તે ડોંગરીના છઓકરાનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ દક્ષિણ મુંબઈ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. ફરદીન અને રિતેશ ઉપરાંત આ ફિલ્મમાં પ્રિયા બાપટ, ક્રિસ્ટલ ડિસોઝા, સીમા બાપટ અને શીબા ચઢ્ઢા પણ છે.