સાઉથ રોડોસમાં કિલ્લાઓ અને વોટરફોલ્સની કલ્પના

વીક એન્ડ

અરાઉન્ડ ધવર્લ્ડ-પ્રતીક્ષા થાનકી

સાઉથ રોડોસની ધીમી ગતિની જીપીએસ વિનાની રોડ ટ્રિપમાં અમે હવે રેન્ટલ કારવાળાએ આપેલા જુનવાણી કાગળના નકશા પર સંપૂર્ણ રીતે આધારિત બની ગયેલાં. હવે અનલિમિટેડ ગ્લોબલ રોમિંગ ફોન સાથે લઈને ફરનારા લોકો તરીકે અમે ઓવર કોન્ફિડન્સમાં ફોનને ચાર્જ પણ રાખવો પડે તે ભૂલી ગયેલાં. હવે અમારા ફોનની બેટરી જરૂર પડે ત્યારે જ વાપરવી એ નિયમ પર ફોનને જ ભૂલીને દરિયા અન્ો વ્યુ પર ફોકસ કરી રહ્યાં હતાં. નકશા પર પ્રાસોનિસી પછી વ્રોઉલિયાનું નામ હતું. તે નામ પાસે એક કિલ્લાના ટાવર જેવી નિશાની પણ બનાવી હતી. અમે ત્યાં એક કિલ્લો જોવાની અપ્ોક્ષા સાથે જઈ રહ્યાં હતાં. વીસેક મિનિટ સુધી તો દરિયા અન્ો રસ્તા સિવાય કશું બીજું દેખાયું નહીં. નકશા મુજબ અમે વ્રોઉલિયા પહોંચી ચૂક્યાં હતાં અને કોઈને ફોન ખોલીને ક્ધફર્મ કરવાની ઇચ્છા નહોતી. એવામાં અમે વ્રોઉલિયા પહોંચી જ નથી શક્યાં એમ માનીને એ ખડકાળ, રફ બીચને પગ્ો જ સર કરવામાં લાગી ગયાં.
એક તરફ એજિયન સમુદ્ર હતો, વચ્ચે રસ્તા પર અમારી ગાડી અને તેની પાછળ ટેકરીઓ પર જંગલી વૃક્ષો વચ્ચે ક્યાંક ઓલિવનાં ખેતરો હતાં. અમે નકશાન્ો બરાબર ફોલો કર્યો હતો. વાત એમ છે કે ત્યાં ખોવાઈ જવામાં કે રસ્તો ચૂકી જવા માટે બીજો કોઈ રસ્તો હતો જ નહીં, તો આ વ્રોઉલિયાનો કિલ્લો ગયો ક્યાં? ત્યાં ખડકો વચ્ચે ચાલવામાં એક નાનકડું બોર્ડ દેખાયું અને પછી વ્રોઉલિયાની વાર્તા અમારી સામે આવી પહોંચી. અહીં કોઈ કિલ્લો કે ટાવર આજે નહોતો, પણ ભૂતકાળમાં તે કેવો હશે તેની અમારે કલ્પના કરવી પડે તેમ હતું. તે બોર્ડ પાસે સાવ નજીવી પથ્થરની એક પાળી જેવું દેખાયું. આ પાળી એક જમાનામાંં એક પ્રાચીન ફોર્ટિફિકેશનનો જ ભાગ હતી અને ઈતિહાસની વાત કરતાં એ બોર્ડ મુજબ તેની આસપાસ એક ધમધમતી વસાહત પણ હતી. તે સમયે અમારા ત્રણ સિવાય ત્યાંથી એક ચકલુંય પસાર નહોતું થતું. માની લઈએ કે દરિયામાં માછલીઓ અન્ો જળચર જીવો હશે, રેતીમાં અને જમીન પર જંતુઓ અને જંગલમાં પશુપક્ષીઓ હશે જ, પણ વસાહતની તે સમયે કલ્પના કરવાનું પણ મુશ્કેલ લાગતું હતું.
અમે તે ઐતિહાસિક પાળીનો ફોટો પાડ્યો. દુનિયાનો, કમસે કમ ગ્રીસનો તો હજારો વર્ષોમાં એવો એક પણ ખૂણો બાકી નહીં રહ્યો હોય જ્યાં માણસોએ પોતાની છાપ ન છોડી હોય, પછી તે ભલે એક સાવ નાનકડી પાળીના સ્વરૂપમાં બચી હોય. થોડા આગળ નકશા પર એક પેટ્રોલ પંપ હતો. અમને થયું તેની આસપાસ તો જરૂર વસાહત હોવી જોઇએ અન્ો ત્યાં પહોંચ્યાં તો માત્ર પંપ અને વસાહત જ નહીં, મોટી સંખ્યામાં ગ્રીક ચર્ચ પણ મળી આવ્યાં. પછી લાગ્યું કે નક્કી આ વસાહત એક જમાનાની નાનકડી કોમ્યુનિટીના જ અવશેષ તરીકે બચી રહી હશે. અહીં દરેક ચર્ચનું પોતાનું કેરેક્ટર હતું. દરેકનું નામ કોઈ ને કોઈ ગ્રીક દેવતા કે સંત સાથે સંકળાયેલું હતું. સેેંટ જોન્સ પ્રોડમોરોસ, આજીઓસ પાન્ટેલેમોસ, સેંટ સ્ટેફાનોસ અન્ો ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચ વચ્ચે એક જૂની સિલ્ક ફેક્ટરીના અવશેષો પણ હતા. આ બધી જગ્યાઓ પર ટૂરિસ્ટની કોઈ અવરજવર હોય તેવું લાગ્યું નહીં અને આ કોઈ પ્રાચીન સ્મારક નહોતું, તેનું ખંડેર જોઈને લાગતું હતું કે ઇમારત ૧૦૦ વર્ષથી વધુ જૂની નહીં હોય. અહીં ફેક્ટરીના નામ સિવાય બીજી કોઈ માહિતી નહોતી. કટાવિયા ગામનો ભાગ રહેલી આ ઇમારતની થોડી તસવીરો લઈને અમે આગળ વધ્યાં. બપોર સુધીમાં અમારે ટાપુની સાવ બીજી તરફ ઓલિવ ઓઈલ ફેક્ટરી પહોંચવું હતું.
તે દિશામાં નકશો પણ ભાગ્યે જ જોવો પડતો હતો. ખાસ કારણ એ જ હતું, ન કોઈ વળાંક હતા, ન કોઈ મોટાં ગામ, બસ પરાલિયામાં દરિયાના રંગો પાસે વચ્ચે વચ્ચે રોકાયા કરતાં હતાં. તેમાં ઘણો સમય લાગી ગયો. દરિયાનો રંગ આમ પણ ગ્રીસમાં કોઈ ખાસ ટરકોઈઝ છે, તેમાં અહીં એવી ઓમ્બ્રે પેટર્ન બનતી હતી કે કુદરતમાં પહેલાં આવા રંગોનું કોમ્બિનેશન ક્યાંય જોવા નહોતું મળ્યું. ઘણા પ્રયત્નો છતાં તે રંગો કેમેરામાં કેપ્ચર પણ નહોતા થતા. જોકે જ્યાં પણ ઊભાં રહેતાં ત્યાં ઘણો કચરો દરિયાકિનારે દેખાઈ રહ્યો હતો. કાચની બાટલીઓથી લઈને ફેંકી દેવાયેલી પ્લાસ્ટિકની આઇટમો અને પોસ્ટ કોવિડ સમયનાં માસ્ક કોઈ અલગ પ્રકારનો કચરો અને માનવજાતની અલગ પ્રકારની છાપ છોડી રહ્યાં હતાં. રોડોસનો આ હિસ્સો ટૂરિઝમ માટે ચકચકાટ નથી કરવામાં આવ્યો. તેમાં અહીં દુનિયાભરથી આવતા મુલાકાતીઓનું પણ નેગ્ોટિવ પાસું દેખાઈ આવ્યું. વચ્ચે વચ્ચે વોટરફોલની પણ સાઇન આવતી હતી, પણ લાંબા સમય સુધી વરસાદ પડ્યો નહોતો એટલે ત્યાં સૂના પડેલા ખડકો આગળ કોઈ સમયે વોટરફોલ બનતા હશે તેની માત્ર કલ્પના કરી લેવાની હતી. આ બધી કલ્પનાઓની વાતો વચ્ચે અમારો નેક્સ્ટ ટાર્ગેટ હતો મોનોલિથોસ કિલ્લા પર પહોંચવાનો. એક ભવ્ય ટેકરી પર કોઈ મોનોલિથની જેમ બનાવેલો આ કિલ્લો આ રિજનનો ટૂરિસ્ટ ફેવરિટ હતો. અમે ત્યાં પહોંચવામાં લલચામણા દરિયાના રંગોના કારણે લેટ પહોંચ્યાં. મોનોલિથોસ માટે એક ટેકરી ચઢવાની શરૂ કરી અને બરાબર કિલ્લા પહેલાં એક પેનોરમા વ્યુના ખૂણામાં સાવ ‘મિડલ ઓફ નોવ્હેર’ લાગ્ો તેવી જગ્યા પર એક માજીનો ઓલિવ ઓઇલનો સ્ટોર મળી ગયો. એક લાકડાની હટમાં સહેજેય સાઠેક વર્ષનાં એ માજી જાતે જ ઓલિવ પિકિંગ કરીને જાતે જ તેલ બનાવડાવે છે. તે આખી પ્રોસેસની તેમણે એક ફોટોબુક પણ રાખી હતી. તેમને અંગ્રેજી તો નહોતું આવડતું, પણ તેમણે અમને વિવિધ પ્રકારનાં ઓલિવ ઓઇલ અને સ્થાનિક ઉઝો લિકરનાં લેવર્સ ચખાડ્યાં. સાથે ત્યાં ગ્રીક મધ અને રેવડી પણ હતાં. તેની દુકાનમાં હતું ત્ો બધાની કમસે કમ એક બોટલ કે પ્ોકેટ લઈને અમે વધુ પડતાં હરખાઈ ગયાં હતાં. એવામાં મોનોલિથોસ પાસેથી પણ અમારી અપેક્ષાઓ વધી ગઈ હતી. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.