ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના ટોપ રેટેડ શોઝમાંથી એક એવા ગુમ હૈ કિસી કે પ્યાર મેંને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. આ શો ટીઆરપીના મામલામાં હંમેશા ટોપ પર રહે છે. બધા જ ફેન્સને ઉત્સુક્તા હોય છે કે હવે આવનારા એપિસોડમાં શું થશે પણ આ વખતે શોના મેકર્સ દ્વારા જે ટ્રેક પકડવામાં આવ્યો છે એ ટ્રેક દર્શકોને ખાસ કંઈ પસંદ નથી પડ્યો અને તેમનો મૂડ પણ ખરાબ થયો છે. વાત જાણે એમ છે કે હવેના એપિસોડમાં સ્ટોરી એ રીતે આગળ વધશે કે પાખી અને વિરાટ પોતાના સંબંધને એક નવો મોકો આપે છે અને એટલે બંને જણ હનીમૂન પર જાય છે. એટલું જ નહીં આ હનીમૂન ખુદ વિરાટે પ્લાન કર્યું છે, પણ જ્યાં રાતના સમયે વિરાટને સઈની યાદ સતાવવા લાગે છે. ફેન્સને આ પ્લોટ જરા પણ પસંદ નથી પડ્યો અને તેમનું એવું માનવું છે કેઆ જ દર્શાવે છે કે વિરાટનું કેરેક્ટ કેટલું બધું બેશરમ છે. તે બંનેમાંથી કોઈ પણ છોકરીને ડિઝર્વ નથી કરતો. વિરાટ પાખીમાં આશા જગાવીને સઈ તરફ ઝૂકેલો છે એ દર્શકોને જરાય નથી પસંદ પડી રહ્યું. ફેન્સ શો અને શોના મેકર્સને ટ્વીટર પર ટ્રોલ કરી રહ્યા છે.
હનીમૂન પર એક પત્ની સાથે અને યાદ આવી બીજી પત્ની….
RELATED ARTICLES