Homeફિલ્મી ફંડાશું આ કપલના ઘરે જલદી વાગશે શહેનાઇ?, કપલે જણાવ્યું કે તેઓ ક્યારે...

શું આ કપલના ઘરે જલદી વાગશે શહેનાઇ?, કપલે જણાવ્યું કે તેઓ ક્યારે લગ્ન કરશે

અલી ગોની અને જાસ્મીન ભસીન, ટીવીના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક ગણાય છે. તેમની લવ કેમિસ્ટ્રી લાખો ચાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે. તેથી જ આ યુગલને પ્રેમથી ‘જૈસલી’ કહેનારા ચાહકોની સંખ્યા મોટી છે. ચાહકો તેમને લગ્નના બંધનમાં બંધાયેલ જોવા માંગે છે.
અલી ગોની અને જાસ્મીન ભસીનના લગ્નના સમાચાર દરરોજ મીડિયાની હેડલાઇન્સમાં છવાયેલા રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે તેની સગાઈની રીંગને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી હતી. તે જોઈને લોકો ઉત્સાહિત થઈ ગયા હતા.
અલી ગોની અને જાસ્મીન ભસીનનું કહેવું છે કે ચાહકોએ તેમના લગ્નની રાહ જોવી પડશે. તેઓ ફક્ત તેમની કારકિર્દીમાં આગળ વધવા અને તેમના સપના પૂરા કરવા માંગે છે. અલીએ કહ્યું, “હજુ ઘણો સમય છે. સપનાં પૂરાં થાય એટલે લગ્ન થશે. ન તો હું દોડી રહ્યો છું, ન તો જેસ્મિનને ઉતાવળ છે.
અલી અને જાસ્મીનની પ્રથમ વખત મુલાકાત 2018માં ખતરો કે ખિલાડીના શૂટ માટે ઉડાન ભરતી વખતે એરપોર્ટ પર થઇ હતી
અલી અને જાસ્મીન આ શોના સેટ પર મિત્રો બન્યા હતા. બંનેએ જણાવ્યું કે તેઓ એકબીજાના એટલા નજીકના મિત્રો બની ગયા હતા કે તેઓ ફિલ્મોથી લઈને વેકેશન સુધી સાથે જતા હતા. જોકે, જાસ્મિને ‘બિગ બોસ 14’ પહેલા અલીને પ્રપોઝ કર્યું હતું, પરંતુ એક્ટરે તેનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. પાછળથી, જ્યારે જાસ્મીન બીગબોસના ઘરમાં ગઈ, ત્યારે અભિનેતાએ તેને યાદ કરી અને પછી તેને સમજાયું કે તેને પણ જાસ્મિન માટે લાગણી છે. બિગ બોસમાં બંનેએ એકબીજા પ્રત્યેના પ્રેમનો સ્વીકાર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular