ખ્યાતનામ ફિલ્મ પ્રોડ્યુસર સાવન કુમાર ટાંકનું ૮૬ વર્ષની વયે નિધન

આમચી મુંબઈ

મુંબઈ: બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર, દિગ્દર્શક, ગીતકાર અને લેખક સાવન કુમાર ટાંકનું ગુરુવારે હૃદયરોગનો હુમલો આવવાને કારણે નિધન થયું હતું. ૮૬ વર્ષની વયે ટાકે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં આખરી શ્ર્વાસ લીધા હતા.
ચાર દાયકાથી વધુ સમયથી ફિલ્મ ક્ષેત્રે કામ કરનારા સાવન કુમાર ટાકે પોતાની કારકિર્દીમાં સંજીવ કુમારથી લઇને સલામન ખાન જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું હતું. ગુરુવારે સવારે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. આ અંગે તેમના ભત્રીજા નવીન ટાકે કહ્યું હતું કે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમના શરીરનાં અનેક અવયવો કામ કરતાં બંધ થઇ ગયાં હતાં. તેઓ ફેફસાંની બીમારીથી પણ પીડાતા હતા. છેલ્લા અનેક દિવસથી તેઓ ખૂબ જ અશક્ત થઇ ગયા હતા અને તેમને તાવ પણ આવતો હતો. અમનેે એમ થયું કે તેમને ન્યુમોનિયા થયો હશે, હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે તેમનાં ફેફસાં સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગયાં હતાં. આખરે ગુરુવારે સાંજે તેમના પ્રાણપંખેરું ઊડી ગયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.