Homeટોપ ન્યૂઝદુઃખદ, બોલીવૂડના મશહુર ડિરેક્ટરનું નિધન

દુઃખદ, બોલીવૂડના મશહુર ડિરેક્ટરનું નિધન

બોલીવૂડના જાણીતા નિર્દેશક ઈસ્માઈલ શ્રોફનું નિધન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પોતાના કરિયરમાં તેમણે ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું, પરંતુ તેમને સૌથી વધુ પ્રસિદ્ધિ 80ના દાયકામાં બનેલી ફિલ્મ ‘થોડી સી બેવફાઈ’થી મળી હતી. આ ફિલ્મ તેમના ભાઈ મોઇનુદ્દીને લખી હતી. ઈસ્માઈલને શરૂઆતથી જ ફિલ્મોનો શોખ હતો.
ફિલ્મ જગતમાં પ્રવેશતા પહેલા તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી સાઉન્ડ એન્જિનિયરિંગનો કોર્સ કર્યો. આ પછી તે ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવા માટે મુંબઈ આવી ગયો. તેમની કારકિર્દીની શરૂઆતમાં, તેમણે સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું. તેણે સાધુ ઔર શૈતાન ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.
થોડા સમય પછી ભીમ સિંહના સહાયક તરીકે, તેમણે ‘થોડી સી બેવફાઈ’ સાથે દિગ્દર્શક તરીકે પ્રથમ સફળતા હાંસલ કરી. આ ફિલ્મથી તેઓ લોકોમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યા. આ સિવાય તેમણે ગોડ એન્ડ ગન, અગર, પુલીસ પબ્લિક, આહિસ્તા આહિસ્તા, દિલ.. આખિર દિલ હૈ, જીદ, બુલંદી અને સુરૈયા જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. તેમણે પોતાની ફિલ્મી કરિયરમાં કુલ 15 ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. વર્ષ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘થોડા તુમ બદલો થોડા હમ’ તેમના નિર્દેશનમાં બનેલી છેલ્લી રિલીઝ ફિલ્મ હતી.
તેમના નિધન પર શોક વ્યક્ત કરતા અભિનેતા ગોવિંદાએ કહ્યું હતું કે તેમને બનાવવામાં ઇસ્માઇલનું બહું મોટું યોગદાન હતું.

RELATED ARTICLES

Most Popular