ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં એક અજીબોગરીબ કિસ્સો બન્યો છે. હોસ્પિટલમાં દાખલ મહિલાના મોતની જાણકારી આપતો ફોન તેના પરિવારને કરવામાં આવ્યો, જે બાદ મહિલાના પરિવારવાળા તેના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવા લાગ્યા હતાં એવામાં ફરીથી હોસ્પિટલ તરફથી ફોન આવ્યો તે મહિલા જીવંત છે.
દેવરિયામાં રહેલા કન્હૈયાની 55 વર્ષીય પત્ની મીના દેવીને શ્વાસ સંબંધિત બીમારી છે. સોમવારે તેની તબિયત અચાનક બગડતાં નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. સારવાર દરમિયાન ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજ રેફર કરવામાં આવી હતી. શુક્રવારે સવારે ડોક્ટરોએ મહિલાના દીકરાને કહ્યું હતું કે ઘરે લઈ જાઓ અને થાય એટલી સેવા કરો. ત્યારબાદ માતાને પ્રાઈવેટ એમ્બ્યુલન્સમાં લઈને ગામ માટે જેવો તે નીકળ્યો ત્યારે તેને લાગ્યું કે મમ્મી હવે આ દુનિયામાં રહી નથી. તેણે ફોન કરીને ઘરે જાણકારી આપી. જે બાદ ઘરે અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. થોડી વાર પછી મીના દેવીના દીકરાએ ઘરે ફરીથી ફોન કર્યો કે મમ્મના શ્વાસ ચાલી રહ્યા છે. મહિલા હયાત છે એ સાંભળીને પરિવારવાળા ખુશ થઈ ગયા હતાં.