સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઉર્ફીના કપડાંને લઇને તે અનેક વાર સોશીયલ મીડિયા પર ટ્રોલ થઇ છે અને ચર્ચામાં રહી છે. તો હવે અભિનેતા ફૈઝાન અન્સારીએ ઉર્ફી બાબતે વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યું છે. ઉર્ફી જાવેદ ટ્રાન્સજેન્ડર હોવાનો દાવો અભિનેતાએ કર્યો છે. એક એન્ટરટેઇનમેન્ટ પોર્ટલ પર પ્રસિદ્ધ અહેવાલ મુજબ અન્સારીએ ઉર્ફી જાવેદ ટ્રાન્સજેન્ડર હોવાનો દાવો કર્યો છે. તેણે જણાવ્યું કે, ‘ઉર્ફી જાવેદ એક મહિલા નથી પણ ટ્રાન્સજેન્ડર છે. તેના કેટલાંક પુરાવા પણ મારી પાસે છે. જો તમે એના વિશે જાણકારી ભેગી કરશો તો તે મહિલા નહીં પણ ટ્રાન્સજેન્ડર હોવાનું તમને પણ ખબર પડશે.’
ઉર્ફીએ પોતે ટ્રાન્સજેન્ડર છે એમ સ્વિકારી લેવું નહીં તો હું એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીશ અને બધા પુરાવા કોર્ટ સામે રજૂ કરીશ. એવું પણ અન્સારીએ કહ્યું. આ પહેલાં તેણે ઉર્ફીના કપડાં પર આક્ષેપ કર્યો હતો. આ બાબતે તેણે ઉર્ફી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી કે, ‘ઉર્ફી જાવેદ મુંબઇનું વાતાવરણ બગાડી રહી છે. તેના ચિત્ર-વિચિત્ર કપડાંને કારણે સામાજીક ભાવનાઓ દુભાય છે.’ એવું અન્સારીએ ફરિયાદમાં કહ્યું હતું. ચિત્ર –વિચિત્ર કપડાં પહેરી ઉર્ફી જાવેદ બધાનું ધ્યાન દોરે છે. ક્યારેક વાયરમાંથી તો ક્યારેક ટોયલેટ પેપરમાંથી બનાવેલા ડ્રેસ પહેરી ઉર્ફી કાયમ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. અન્સારી પહેલાં ઉર્ફીના અતરંગી કપડાં પર ભાજપના નેતા ચિત્રા વાઘ દ્વારા પણ આક્ષેપ કરી તેની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.