રાજ ઠાકરેને મળ્યા ફડણવીસ

આમચી મુંબઈ

રાજકારણમાં નવો વળાંક?

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેને શુક્રવારે મળ્યા હતા. મધ્ય મુંબઈમાં દાદર સ્થિત આવેલા રાજ ઠાકરેના શિવતીર્થ નિવાસસ્થાને ફડણવીસ મળ્યા હતા. રાજ ઠાકરે પર ગયા અઠવાડિયે લીલાવતી હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી ત્યાર બાદ ફડણવીસે રાજ ઠાકરેની મુલાકાત લીધી હતી.
આ મહિનાની શરૂઆતમાં ઠાકરેએ ફડણવીસને પ્રશંસા પાઠવતો પત્ર લખ્યો હતો. ટોચના પદ માટે અગ્રેસર હોવા છતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળીને પક્ષની વફાદારી અને પ્રતિબદ્ધતાવાળું ઉદાહરણ સ્થાપિત કરવા બદલ પ્રશંસા કરી હતી. પાલિકાની આગામી ચૂંટણીઓ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળના મહારાષ્ટ્ર કેબિનેટના બાકીના વિસ્તરણને ધ્યાનમાં રાખીને બંને નેતાઓ વચ્ચેની આ બેઠક મહત્ત્વપૂર્ણ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું હતું. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.