ફેસબુકનું આ ફિચર થઈ રહ્યું છે બંધ, યુઝર્સને નહીં મળે ફાયદો

દેશ વિદેશ સ્પેશિયલ ફિચર્સ

ફેસબુકનું એક ખૂબ જ પોપ્યુલર ફિચર બંધ કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી અનુસાર ફેસબુકે પહેલી ઓક્ટોબરથી લાઈવ શોપિંગ ફિચર બંધ કરવાની જાહેરાત કરી છે અને ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે. મહત્ત્વની વાત એ છે કે યુઝર્સ લાઈવ ઈવેન્ટ ટેલિકાસ્ટ કરવા માટે ફેસબુક લાઈવનો ઉપયોગ કરી શકશે, પરંતુ તેઓ વીડિયોમાં પ્રોડક્ટ પ્લેલિસ્ટને અથવા પ્રોડક્ટને ટેગ કરી શકશે નહીં.
ફેસબુકનું લાઈવ ફિચર ક્રિએટર્સને પ્રોડક્ટ વિશે ટેલિકાસ્ટ કરવા અને વેચવા માટેની સુવિધા આપે છે. આ ફિચર સૌથી પહેલા વર્ષ 2018માં થાઈલેન્ડમાં રોલ આઉટ થયું હતું,
ફેસબુક કંપની તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, યુઝર્સ શોર્ટ વીડિયો જોવાનું પસંદ કરી રહ્યા છે એટલે અમે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ રિલ્સ પર ફોકસ કરીશું. જો યુઝર્સ પોતાના પહેલાના લાઈવ વીડિયોને સુરક્ષિત રાખવા ઈચ્છે છે તો તેઓ વીડિયોને પોતાના પેજ અથવા ક્રિએટર્સ સ્ટુડિયોમાં ડાઉનલોડ કરી શકે છે.
નોંધનીય છે કે મેટાએ રીલ્સ પરની જાહેરાતની મદદથી એન્યુઅલી એક અરબ ડોલર કરતાં વધુની કમાણી કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.