તવાંગઃ અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે જપાજપી થઈ હતી. મારામારીમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. આ બનાવ નવમી ડિસેમ્બરના તવાંગ નજીક બન્યો હતો. બંને રાષ્ટ્રના સૈનિકોની વચ્ચે જપાજપીના કિસ્સામાં ચીનના 20થી વધુ સૈનિક ઘાયલ થયા છે. ઓક્ટોબર 2021માં અરુણાચલ પ્રદેશના યાંગસેમાં બંને દેશના સૈનિકોની વચ્ચે વિવાદ થયો હતો.
નવમી ડિસેમ્બર, 2022ના રોજ પીએલએના સૈનિકોની સાથે તવાંગ સેકટરમાં એલએસી વચ્ચે સંઘર્ષ થયો હતો, જેમાં ભારતીય સૈનિકોએ જોરદાર ટક્કર આપી હતી. આમને સામને થયેલી લડાઈમાં બંને દેશના સૈનિકોને સામાન્ય ઈજા પહોંચી હતી, જેમાંથી છ સૈનિકને સારવાર માટે ગુવાહાટી ખાતે લાવવામાં આવ્યા હતા, એમ લશ્કરના અધિકારીએ જણાવ્યું હતું.