આપણે આખી દુનિયા જે આંખોથી જોઈ શકીએ છીએ એ આંખો પાસેથી હદ બહાર કામ લઈને, તેની યોગ્ય કાળજી ના રાખીને તેની તરફ દુર્લક્ષ કરીએ છીએ. ટેક્નોલોજીના વધતાં જતા ઉપયોગને કારણે આપણો સ્ક્રીન ટાઈમ ખૂબ જ વધી ગયો છે અને તેની વિપરીત અસર આંખો પર જોવા મળે છે. આજે અમે અહીં કેટલીક એવી ભૂલો વિશે વાત કરીશું કે જે આપણી આંખોના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.
ગરમ પાણીથી આંખો ધોવીઃ
અનેક લોકોને ગરમ પાણીથી આંખો ધોવાની આદત હોય છે, પણ આ આદત ખોટી છે. આંખો હંમેશા કાં તો ઠંડા પાણીથી કે પછી નોર્મલ પાણીથી ધોવી જોઈએ.
પાંપણ નહીં ઝબકાવવીઃ
પાંપણની સતત હિલચાલ એ આંખોના આરોગ્ય માટે સારી બાબત છે. આને કારણે આંખમાં ભેદો થયેલો કચરો બહાર આવે છે. પરંતુ ટીવી સામે કે સ્ક્રીન સામે બેસનારા અનેક લોકો પાંપણને ઝબકાવતા નથી, જે આંખ માટે જરાય સારી બાબત નથી.
આર્ટિફિશયલ આઈ ડ્રોપનો વધુ પડતો ઉપયોગઃ
ઘણા બધા લોકો આંખોના ત્રાસથી કંટાળીને આર્ટિફિશિયલ આઈ ડ્રોપનો વધુ ઉપયોગ કરે છે. આઈ ડ્રોપનો વધારે પડતો ઉપયોગ તમારી આંખોને ડ્રાય બનાવી શકે છે. નિષ્ણાતો એવી સલાહ આપે છે કે લાંબા સમય માટે બેસ્ટ આઈ ડ્રોપનો ઉપયોગ કરવો જોઈએ.
ઉંઘતી વખતે આઈ માસ્કનો ઉપયોગ કરવોઃ
અનેક લોકોને ઊંઘતી વખતે આઈ માસ્કનો ઉપયોગ કરવાની આદત હોય છે. જે આંખોના આરોગ્ય માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. આઈ માસ્કનો વધુ પડતો ઉપયોગ આંખોના આરોગ્ય માટે હાનિકારક છે.
આંખોને ચોળવીઃ
ઘણા લોકોને આંખોમાં ખંજવાળ આવે છે એટલે વારંવાર આંખો ચોળવાની ટેવી હોય છે. પણ નિષ્ણાતોની વાત માનીએ તો આવું કરવું જોખમી સાબિત થઈ શકે છે. આને કારણે તમારી આંખોને નુકસાન પહોંચી શકે છે. આંખોની ખંજવાળને બંધ કરવા માટે ઠંડા પાણીથી ધોવી જોઈએ.