Homeએકસ્ટ્રા અફેરદિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર સર્વોપરિ તો ચૂંટણીનો શો અર્થ?

દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર સર્વોપરિ તો ચૂંટણીનો શો અર્થ?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

કેન્દ્રની ભાજપ સરકાર લોકશાહી ઢબે વર્તતી નથી અને વિરોધ પક્ષોની સરકારોને દબાવ્યા કરે છે એવા આક્ષેપો થયા જ કરે છે. દિલ્હીમાં અધિકારીઓના પોસ્ટિંગ અને ટ્રાન્સફર મુદ્દે કેન્દ્ર સરકારે બહાર પાડેલા વટહુકમને કારણે આ ચર્ચા પાછી છેડાઈ છે ને કેન્દ્ર સરકાર પર ફરી લોકશાહીને બદલે તાનાશાહી ચલાવવાના આક્ષેપોનો મારો શરૂ થયો છે. આ મામલે નવેસરથી કાનૂની જંગ શરૂ થયો છે ને તેનું શું પરિણામ આવશે એ ખબર નથી પણ કેન્દ્ર સરકાર જે રીતે લેફ્નન્ટ ગવર્નરને સર્વોપરિ બનાવીને એક ચૂંટાયેલી સરકારની સત્તાઓ પર કાપ મૂકવા માગે છે એ કઠે તો છે જ.
દિલ્હીમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી રાજ્ય સરકારની સત્તા વધારે કે કેન્દ્ર સરકારે નિમેલા લેફ્ટનન્ટ ગવર્નરની સત્તા વધારે એ મુદ્દે લાંબા સમયથી કાનૂની જંગ ચાલે છે. આ કાનૂની જંગમાં સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે ઐતિહાસિક ચુકાદો આપેલો. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે દિલ્હીની ચૂંટાયેલી સરકારને સર્વોપરિ ગણાવીને કહેલું કે, દિલ્હીમાં કેન્દ્ર સરકારને હસ્તક જમીન, જાહેર વ્યવસ્થા અને પોલીસ એ ત્રણ બાબતો સિવાયની તમામ બાબતોમાં કાયદા ઘડવાના તથા વહીવટી નિર્ણયો લેવાની સત્તા ચૂંટાયેલી સરકાર પાસે છે.
સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કરેલું કેસ દિલ્હીના વહીવટી તંત્ર પર પણ દિલ્હી સરકારની જ સત્તા ચાલશે, રાજ્યને ફાળવાયેલા આઈએએસ કે બીજા અધિકારીઓમાંથી ક્યા અધિકારીને ક્યાં પોસ્ટિંગ આપવું, કોની ટ્રાન્સફર ક્યાં કરવી સહિતના તમામ અધિકારો રાજ્ય સરકાર પાસે જ રહેશે. લેફ્ટનન્ટ ગવર્નર કેન્દ્ર સરકાર હસ્તકની ત્રણ બાબતો સિવાય બાકીના મુદ્દે ચંચૂપાત કરી શકશે નહીં અને તેમણે રાજ્ય સરકારની સલાહ માનીને તેને મંજૂરી આપવી પડશે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી પર અરવિંદ કેજરીવાલ સરકારની સર્વોપરિતાને માન્ય રાખી તેના બે દિવસમાં તો કેન્દ્ર સરકારે વટહુકમ લાવી દીધો. આ વટહુકમમાં એવી જોગવાઈ છે કે, ક્યા અધિકારીને ક્યાં પોસ્ટિંગ આપવું, કોની ટ્રાન્સફર ક્યાં કરવી સહિતની બાબતમાં લેફ્ટનન્ટ ગવર્નર જ સર્વસત્તાધીશ ગણાશે. ક્યા અધિકારીને ક્યાં પોસ્ટિંગ આપવું, કોની ટ્રાન્સફર ક્યાં કરવી સહિતના બાબતો નક્કી કરવા માટે મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને ગૃહ સચિવની બનેલી કમિટી હશે કે જે બહુમતીથી નિર્ણયો લેશે. આ નિર્ણયને લેફ્ટનન્ટ ગવર્નર માન્ય રાખે પછી જ તેનો અમલ થઈ શકશે.
આ વટહુકમ દ્વારા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટે કરેલા બંધારણીય અર્થઘટનનો છેદ ઊડાડી દીધો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટાયેલી સરકારને સર્વોપરિ ગણાવતો ચુકાદો આપ્યો તેને કેન્દ્રની ચૂંટાયેલી સરકારે જ રદબાતલ કરી દીધો છે ને આ વલણ ચોક્કસપણ લોકશાહીની વિરુદ્ધ કહેવાય.
વધારે આઘાત એ જોઈને લાગે કે, ભાજપની સરકારે આ પહેલી વાર નથી કર્યું. સુપ્રીમ કોર્ટે પાંચ વર્ષ પહેલાં પણ ચૂંટાયેલી સરકારને સર્વોપરિ ગણાવતો ચુકાદો આપ્યો હતો. દિલ્હીમાં ચીફ સેક્રેટરીની નિમણૂકના મુદ્દે શરૂ થયેલા જંગમાં દિલ્હી હાઈ કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નરને વધારે શક્તિશાળી ગણાવીને ચુકાદો આપેલો કે, લેફ્ટનન્ટ ગવર્નરને પૂછયા વિના દિલ્હીની સરકાર કશું જ ના કરી શકે.
સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને ફગાવી દઈને દિલ્હીની ચૂંટાયેલી સરકારને વધારે શક્તિશાળી ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં આપેલા ચુકાદામાં કહ્યું હતું કે, દિલ્હી ભલે પૂર્ણ રાજ્યનો દરજજો નથી ધરાવતું પણ દિલ્હીમાં પણ બીજા રાજ્યોની જેમ ચૂંટાયેલીમાં સરકાર જ સર્વેસર્વા હોવાથી દિલ્હીની ચૂંટાયેલી સરકારને પણ સ્વતંત્ર બનીને કોઈની પણ દખલ વિના કામ કરવાનો અધિકાર છે. લેફ્ટનન્ટ ગવર્નર રાજ્યપાલ જેવા જ છે ને તેમની પાસે કોઈ પણ મુદ્દે સંપૂર્ણ સત્તા નથી તેથી લેફ્ટનન્ટ ગવર્નર કોઈ પણ વાતમાં દખલગીરી ના કરી શકે. સુપ્રીમ કોર્ટે પોતાના આ આદેશનું કડક રીતે પાલન કરવાનો પણ આદેશ આપેલો. દિલ્હીને ૧૯૯૧માં નેશનલ કેપિટલ ટેરિટરી (એનસીઆર)નો દરજજો અપાયો ત્યારે તેના વહીવટ માટે ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી એક્ટ (જીએનસીટીએડી) બનાવાયો હતો. સુપ્રીમ કોર્ટે આ કાયદાનું અર્થઘટન કરીને દિલ્હીની સરકારને સર્વોપરિ ગણાવતો ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને બદલવા માટે કેન્દ્ર સરકારે કાયદામાં સુધારો કરી દીધો. ૨૦૨૧માં મોદી સરકારે જીએનસીટીએડી એક્ટમાં ચાર સુધારા કરીને ફરી લેફ્ટનન્ટ ગવર્નરને સૌથી ઉપર મૂકી દીધા હતા. નવા કાયદા પ્રમાણે દિલ્હીની વિધાનસભામાં કોઈ પણ કાયદો પસાર કરાયો ત્યારે તેની સત્તા રાજ્ય સરકારના બદલે લેફ્ટનન્ટ ગવર્નર પાસે હશે. રાજ્ય સરકારે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં લેફ્ટનન્ટ ગવર્નરનો અભિપ્રાય લેવાનો રહેશે. દિલ્હી સરકાર કોઈ પણ વહીવટી નિર્ણય નહીં લે એવી જોગવાઈ પણ આ કાયદામાં કરાઈ હતી.
કેજરીવાલ સરકારે આ સુધારાને પડકાર્યા હતા, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ પાસે આ મામલો ગયો હતો ને બંધારણીય બેંચે કાયદામાં કરા સુધારાને અયોગ્ય ગણાવીને ચૂંટાયેલી સરકારને સર્વોપરિ ગણાવી છે. મોદી સરકારને આ ચુકાદો માફક ના આવતાં એક તરફ કેન્દ્ર સરકારે રીવ્યુ પીટિશન કરી નાંખી તો બીજી તરફ નવો વટહુકમ લાવીને લેફ્ટનન્ટ ગવર્નરને પાછા મુખ્યમંત્રીના બોસ બનાવી દીધા.
મોદી સરકારે દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નરને સર્વોપરિ બનાવવાના મુદ્દાને પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બનાવ્યો છે એ આઘાતજનક છે. આ માત્ર દિલ્હીના જનાદેશનું જ અપમાન નથી પણ લોકશાહીના સિદ્ધાંતો પર પણ પ્રહાર છે. કેન્દ્ર સરકારે નિમેલી કઠપૂતળી જેવી એક વ્યક્તિ કઈ રીતે ચૂંટાયેલી સરકારની બોસ બની શકે એ જ સમજાતું નથી. આ રીતે ઉપરથી મૂકાયેલા લોકો બોસ બનીને વર્તે તો પછી ચૂંટણીનો મતલબ જ નથી. મોદી સરકાર પોતે પ્રજાના મતથી ચૂંટાયેલી સરકાર છે ને આ સરકાર એક સામાન્ય અધિકારીને ચૂંટાયેલી સરકારનો બોસ બનાવવા ઉધામા કરે છે એ ખરેખર આઘાતજનક છે. દિલ્હીમાં પોતાના માનીતા અધિકારીઓને મલાઈદાર જગાઓ પર મૂકીને આડકતરી રીતે દિલ્હી પર કબજો કરવાની માનસિકતા આ નિર્ણયની પાછળ છે.
કેન્દ્ર સરકાર પાસે આખા દેશમાં શાસનની સત્તા છે પણ રાજઘાનીમાં પોતાની સત્તા ના ચાલે એ વાત મોદી સરકારના અહ્મ પર ઘા કરે છે. આ અહ્મને પોષવા માટે મોદી સરકાર વટહુકમ લઈ આવી છે અને એક ચૂંટાયેલી સરકારની મેથી મારી રહી છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -