Homeએકસ્ટ્રા અફેરભાજપનો બજરંગબલીના નામે ચરી ખાવાનો દાવ ના ચાલ્યો

ભાજપનો બજરંગબલીના નામે ચરી ખાવાનો દાવ ના ચાલ્યો

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં ને મોટા ભાગના એક્ઝિટ પોલમાં કરાયેલી આગાહીની વિપરીત ભાજપ ભૂંડી રીતે ભાજપ હારી ગયો ને કૉંગ્રેસે અકલ્પનિય જીત મેળવી. કર્ણાટક વિધાનસભાની કુલ ૨૨૪ બેઠકો છે ને તેમાંથી ૧૩૭ બેઠકો જીતીને કૉંગ્રેસે સપાટો બોલાવી દીધો જ્યારે ભાજપના વાવટા ૬૪ બેઠકો પર સંકેલાઈ ગયા. જેમના કિંગ મેકર બનવાની આગાહીઓ કરાતી હતી એ જેડીએસના કુમારસ્વામી તો સાવ ખોવાઈ ગયા છે. જેડીએસને માત્ર ૧૯ બેઠકો મળી છે ને કુમારસ્વામી કિંગ બનવાની વાત તો છોડો પણ કૉંગ્રેસના મુખ્યમંત્રીના દરબારી બનવાને લાયક પણ નથી રહ્યા. બીજા ઉચકૂચિયા પક્ષો તો ક્યાં ખોવાઈ ગયા તેની જ ખબર નથી.
કર્ણાટકની જીત કૉંગ્રેસ માટે બહુ મોટી જીત છે કેમ કે છેલ્લાં ઘણા વરસોમાં કૉંગ્રેસે આવી જીત જ મેળવી નથી. થોડા મહિના પહેલાં કૉંગ્રેસ હિમાચલ પ્રદેશમાં જીતેલી પણ હિમાચલ પ્રદેશ સાવ ટચૂકડું રાજ્ય છે ને લોકસભાની ૪ બેઠકો ધરાવે છે તેથી દેશના રાજકારણમાં તેનું એટલું બધું મહત્વ નથી. કૉંગ્રેસ માટે એ જીત પણ મોટી હતી કેમ કે સતત હારતી કૉંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. હિમાચલની જીતે સાબિત કરેલું કે, કૉંગ્રેસ નાના તો નાના રાજ્યમાં પણ ભાજપને હરાવી તો શકે જ છે. હવે કર્ણાટકમાં ભાજપને પછાડીને કૉંગ્રેસે સાબિત કર્યું છે કે, કૉંગ્રેસ સાવ વખારમાં નાંખવા જેવી પાર્ટી નથી ને ભાજપને પછાડવાની તેનામાં તાકાત છે જ.
કર્ણાટકની જીત કૉંગ્રેસના સ્થાનિક નેતાઓએ કરેલી તૂટી જવાય એવી મહેનતની જીત છે ને એ માટે તેમને યશ આપવો જ પડે. સૌજન્ય ખાતર ભલે કૉંગ્રેસના નેતા સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી ને રાહુલ ગાંધીને યશ આપતા હોય પણ તેમનું યોગદાન કશું નથી એમ કહીએ તો ચાલે. પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ ડી.કે. શિવકુમાર અને સિધ્ધરામૈયાએ જે મહેનત કરી એ દાદ માગી લે એવી છે. રાહુલની ભારત જોડો યાત્રા હોય કે ભાજપ સરકાર દ્વારા કરાતો ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, શિવવકુમાર અને સિધ્ધરામૈયાએ તેનો ઉપયોગ કૉંગ્રેસની તરફેણમાં લોકજુવાળ ઊભો કરવા માટે કર્યો.
શિવવકુમાર અને સિધ્ધરામૈયા બંને પાસે ભાજપના પગ પકડીને સત્તા ભોગવવાની અથવા કમ સે કમ શાંતિથી જીવવાની તક તો હતી જ પણ તેના બદલે તેમણે લડવાનું પસંદ કર્યું. શિવકુમારને તોડી નાખવા તો જેલમાં નાંખવાથી માંડીને જાત જાતના અત્યાચારો કરાયા પણ એ કશું શિવકુમારને તોડી ના શક્યું. સિધ્ધરામૈયા સાથે મળીને શિવકુમારે જે જંગ ભાજપ સામે ખેલ્યો એ અભૂતપૂર્વ છે ને કૉંગ્રેસના બધા નેતાઓએ તેમાંથી પ્રેરણા લેવી જોઈએ. આ બે નેતાઓનાં ના તો જીભે ચડેલાં છે તેથી તેમની વાત કરી પણ તેમના જેવા બીજા સેંકડો નેતા હતા કે જે ભાજપે લુચ્ચાઈ કરીને કૉંગ્રેસ-જેડીએસની સરકાર તોડી પાડી પછી ભાજપ સામે લડતા હતા. કૉંગ્રેસની જીતનો જશ આ નેતાઓ અને કાર્યકરોને પણ જાય છે.
કર્ણાટકમાં કૉંગ્રેસની જીતનો જશ નરેન્દ્ર મોદીસાહેબને ના આપીએ તો પણ નગુણા કહેવાઈએ. કર્ણાટકમાં ભાજપની સરકાર ૪૦ ટકા કમિશન ખાતી સરકાર છે ને બેફામ ભ્રષ્ટાચારી સરકાર છે એવા આક્ષેપ ભાજપના જ નેતા કરતા હતા છતાં મોદી સાહેબે કશું ના કર્યું. મોદી સાહેબને એમ જ હતું કે, આપણે છેલ્લે છેલ્લે પાંચ-સાત રોડ શો કરીશું, કૉંગ્રેસની વાતોને તોડીમરોડીને રજૂ કરીને રજૂ કરીશું, કૉંગ્રેસને આતંકવાદની પોષનારી પાર્ટી ગણાવીશું એટલે પ્રજા આપણને મત આપીને કૉંગ્રેસને નવરી કરી નાખશે.
લોકોએ કૉંગ્રેસને જીતાડીને સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે, બીજે બધે આવું ચાલતું હશે પણ કમ સે કમ અમારા કર્ણાટકમાં તો આવું નથી જ ચાલતું. અમે તો કામ જ જોઈએ છીએ ને તમારી પાર્ટીની સરકારે કામ કર્યું નથી એટલે તેને લાત મારીને તગેડી મૂકીએ છીએ.
કર્ણાટકની જનતાએ બીજો પણ એક સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે, બજરંગ દળ અને બજરંગ બલી એક નથી. તમે કોઈ પણ ભગવાનના નામે તંબૂ તાણીને બેસી જાઓ એટલે એ ભગવાનનના સોલ સેલ એજન્ટ નથી બની જતા. એ ભગવાનના નામે ચરી ખાવાનો તમને પરવાનો નથી
મળી જતો એવો સ્પષ્ટ મેસેજ કર્ણાટકની જનતાએ ભાજપને અને ખાસ તો આપણા આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર
મોદીને આપ્યો છે કેમ કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બજરંગબલીનો મુદ્દો મોદી સાહેબ જ લઈ આવેલા.
મોદી સાહેબે બજરંગ બલીના નામની જય બોલાવીને પછી જે કોમેડી શરૂ કરી તેને કર્ણાટકની જનતાએ જવાબ
આપ્યો છે.
કર્ણાટકની જનતાએ જવાબ આપ્યો છે કે, બજરંગ બલીની જય બોલાવો તેથી તમે બજરંગ બલીના ભક્ત નથી બની જતા ને બજરંગ દળ પર પ્રતિબંધ મૂકો એટલે બજરંગ બલીને જેલમાં પૂરવા એવો અર્થ તો જરાય થતો નથી. તમે તમારી ભ્રષ્ટ બુદ્ધિથી લોકોને ભરમાવવા એવી હાસ્યાસ્પદ વાતો કરો એ અલગ વાત છે પણ લોકો એવી બધી વાતો માનતા નથી. કૉંગ્રેસે બજરંગ દળ પર પ્રતિંબંધની વાત કરી એ યોગ્ય નહોતી પણ એ વાતને બજરંગ બલી સાથે જોડી દેવી એ તો બુદ્ધિનું પ્રદર્શન હતું. કર્ણાટકની જનતાએ બુદ્ધિના પ્રદર્શનને નકારી કાઢ્યું છે.
આ પોલે ફરી એક વાર આપણા એક્ઝિટ પોલ્સની પણ પોલ ખોલી નાખી. લગભગ અડધોઅડધ એક્ઝિટ પોલ એવું કહેતા હતા કે, કોઈને સ્પષ્ટ બહુમતી નહીં મળે ને ત્રિશંકુ વિધાનસભા રચાશે. ત્રણ એક્ઝિટ પોલમાં સ્પષ્ટ બહુમતી સાથે કૉંગ્રેસની સરકાર બનશે એવી આગાહી કરાઈ હતી પણ તેમાં પણ કૉંગ્રેસને આવી જબરદસ્ત જીત મળશે એવી આગાહી તો કરાઈ જ નહોતી. ઈન્ડિયા ટુડે-આજતકના પોલમાં કૉંગ્રેસને ૧૩૧ અને ભાજપને માત્ર ૭૮ બેઠકો મળવાની આગાહી કરાઈ હતી. કૉંગ્રેસે ૧૩૭ બેઠકો જીતી છે એ જોતાં એક માત્ર ઈન્ડિયા ટુડે-આજતકનો પોલ સાચો પડ્યો એવું કહી શકાય. ટુડેઝ-ચાણક્યના સર્વેમાં ભાજપને ૯૨ જ્યારે કૉંગ્રેસને ૧૨૦ બેઠકો મળશે એવી આગાહી કરાઈ હતી પણ કૉંગ્રેસે તેના કરતાં ૧૭ બેઠકો વધારે જીતી છે ત્યારે ભાજપે તો ૨૮ બેઠકો ઓછી જીતી છે. ઉ

1 COMMENT

  1. done be happy with that its failure f hindueas, time will be difficult for next generation and people like u must have sent ur children to western country for safe future.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -