એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
મહારાષ્ટ્રમાં આવતા વરસે યોજાનારી લોકસભા અને વિધાનસભા બંનેની ચૂંટણીમાં જોરદાર જંગ જામશે એ નક્કી છે ત્યારે એક રસપ્રદ સમાચાર આવ્યા છે. ભાજપના મહારાષ્ટ્ર એકમે ભાજપ હાઈકમાન્ડને વિનંતી કરી છે કે, મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરાવી દેવાય. લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં યોજાવાની છે જ્યારે વિધાનસભાની ચૂંટણી ઑક્ટોબર-નવેમ્બરમાં થવાની છે.
ભાજપના મહારાષ્ટ્ર એકમની વિનંતી છે કે, વિધાનસભાની ચૂંટણીઓ લગભગ પાંચ-છ મહિના વહેલી કરાવીને એપ્રિલ-મે ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓ સાથે જ કરાવી દેવાય. એ માટે અલગ અલગ કારણો અપાયાં છે પણ મુખ્ય કારણ એ છે કે, લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નામની લહેર હશે તેથી ભાજપને તેનો ફાયદો મળશે. છ મહિના પછી વિધાનસભાની ચૂંટણીઓ યોજાય ત્યારે એકનાથ શિંદે સરકારના દેખાવના આધારે મત માગવા જવાના થશે ને શિંદેના નામે મત મળશે કે નહીં તેનો ભાજપને ભરોસો નથી
નરેન્દ્ર મોદીનો જાદુ લોકસભાની ચૂંટણીમાં મતદારોને આકર્ષશે તેથી વિધાનસભાની ચૂંટણી સાથે યોજાય તો તેમાં પણ ફાયદો થશે. લોકસભાની ચૂંટણીમાં જુદા જ મુદ્દા હશે તેથી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તેનો ફાયદો ઉઠાવી શકી છે. ભાજપને મહારાષ્ટ્રની જળની સ્થિતિનો પણ ડર છે. ભાજપ માને છે કે, ઉનાળામાં દર વરસે પાણીની સ્થિતિ ગંભીર થાય છે ને આ વખતે સંભવિત દુષ્કાળની પરિસ્થિતિ જોતાં ખેડૂતોમાં આક્રોશ ભડકી શકે છે.
મહારાષ્ટ્ર ભાજપે ૨૦૨૪માં રાજ્યમાં દુષ્કાળની આગાહી વિશે હાઈકમાન્ડને જાણ કરી છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બજેટ સત્ર વખતે રાજ્ય વિધાનસભામાં ચેતવણી આપેલી જ કે, આ ઉનાળામાં પાણીની અછત ગંભીર ચિંતાનો વિષય બની શકે છે અને દુકાળની સ્થિતિ સર્જાઈ શકે છે. ઑક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવે તો દુકાળના કારણે નુકસાન કરી શકે છે. આ કારણે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરાવી દેવા રજૂઆત કરાઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશનાં તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરવવા માટે વન નેશન, વન ઈલેક્શનનો વિચાર રજૂ કરી ચૂક્યા છે અને સતત તેના પર ભાર મૂકે છે. અલબત્ત એ વાત દેશનાં તમામ રાજ્યો માટ છે જ્યારે મહારાષ્ટ્ર અલગ કિસ્સો છે. આ સંજોગોમાં ભાજપ હાઈકમાન્ડ શું નિર્ણય લેશે એ નક્કી નથી. અત્યારે તો ભાજપ હાઈકમાન્ડ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરાવી ફાયદા અને ગેરફાયદાના વિશ્ર્લેષણમાં પડ્યું છે. આ વિશ્ર્લેષણમાં શું બહાર આવશે એ ખબર નથી પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરાવાય તો રસપ્રદ સીનારિયો ઊભો થાય તેમાં શંકા નથી.
ભાજપને વિધાનસભાની ચૂંટણી અલગ કરાવવા અંગે બીજો પણ ડર હોઈ શકે. એકનાથ શિંદેએ શિવસેનાનાં ઉભાં ફાડિયાં કરીને વિભાજિત કરી દીધી પણ લોકોનું મન કળી શકાતું નથી. શિવસેનાના ૫૬માંથી ૪૦ ધારાસભ્યો તેમજ ૧૮માંથી ૧૨ લોકસભા સાંસદો શિંદેની પંગતમાં બેસી ગયા પણ તેના કારણે ઉદ્ધવ જૂથ પતી ગયું નથી. શિવસેનામાં વિભાજન અને ઉદ્ધવ સરકારના પતનના કારણે લોકોને ઉદ્ધવ માટે સહાનુભૂતિ છે. બીજું એ કે, ઉદ્ધવની શિવસેના હજુ પણ પાયાના સ્તરના કાર્યકરો અને જનસમર્થનને જાળવી રાખવામાં સફળ રહી છે. આ સંજોગોમાં ભાજપ જોર કરીને પોતાની બેઠકો જાળવી રાખે પણ શિંદે ફરી એટલી બેઠકો જાળવે કે કેમ તેમાં શંકા છે. ઉદ્ધવની શિવસેના ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ છે.
બીજું એ કે, કૉંગ્રેસ, એનસીપી અને ઉદ્ધવની શિવસેના એમ ત્રણ પક્ષના બનેલા મહા વિકાસ આઘાડીની તાકાત બધા પક્ષો સાથે રહે તો વધી જશે. એક તરફ ઉદ્ધવની શિવસેનાની મતબૅંન્ક સંપૂર્ણપણે શિંદે તરફ વળી નથી. બીજી તરફ કૉંગ્રેસના કારણે મુસ્લિમો અને દલિતો તથા એનસીપીના કારણે મરાઠા અને ઓબીસી મતબૅંન્ક અઘાડી સાથે જઈ શકે છે. ભાજપની પોતાની મતબૅંન્ક છે પણ એકનાથ શિંદેની કોઈ મતબૅંન્ક નથી એ જોતાં ભાજપે જે કંઈ કરવાનું આવે એ પોતાના જોરે કરવાનું આવે.
મહારાષ્ટ્રમાં ભાજપ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરાવવાનો પ્રયોગ પહેલાં કરી ચૂક્યો છે. ૧૯૯૯માં ભાજપની અટલ બિહારી વાજપેયી સરકારે વિધાનસભાની ચૂંટણી છ મહિના પહેલાં કરાવી હતી. એ વખતે પાકિસ્તાન સાથેના કારગિલ યુદ્ધના કારણે લોકસભાની ચૂંટણી સમયસર એટલે કે એપ્રિલ-મે મહિનામાં નહોતી થઈ શકી. બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત ૨૦૨૦ના મે-જૂનમાં પૂરી થતી હતી. મહારાષ્ટ્રમાં ત્યારે ભાજપ અને શિવસેનાની સરકાર હતી ને નારાયણ રાણે મુખ્યમંત્રી હતા.
કારગિલ યુધ્ધમાં ભારતને મળેલા ભવ્ય વિજયના કારણે દેશભરમાં જુવાળ ઊભો થયેલો ને તેના લાભ લેવા માટે ભાજપે મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરાવી દેવાનો નિર્ણય લીધો પણ લોકસભા અને વિધાનસભાની એક સાથે ચૂંટણી થઈ તેમાં ભાજપનું બોર્ડ પતી ગયું. રસપ્રદ વાત એ હતી કે, લોકસભામાં ભાજપે સારો દેખવા કરેલો પણ વિધાનસભામાં ડોઘલાં ડૂલ થયેલાં.
ભાજપ-શિસેનાએ લોકસભાની ૪૮ બેઠકોમાંથી ૨૮ બેઠકો જીતીને સારો દેખાવ સપાટો બોલાવી દીધો હતો, જ્યારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાના એનડીએને માત્ર ૧૩૧ સીટો જ મળી હતી. તેની સામે કૉંગ્રેસ, એનસીપી, નાના નાના પક્ષો અને અપક્ષોએ ૧૪૬ બેઠકો જીતી હતી. શરદ પવાર તાજા તાજા જ સોનિયાના વિદેશી મૂળના મુદ્દે અલગ થઈને નવો પ્રાદેશિક પક્ષ બનાવીને બેઠેલા પણ સત્તાની વાત આવતાં બધું બાજુ પર મૂકીને કૉંગ્રેસ સાથે સમજૂતી કરી લીધી હતી. આ જોડાણે મહારાષ્ટ્રમાં ૨૦૨૪ સુધી એટલે કે સળંગ ૧૫ વર્ષ સત્તા ભોગવી.
જો કે ૧૯૯૯ના ભાજપ અને ૨૦૨૩ના ભાજપમાં બહુ ફરક છે. અત્યારે ભાજપ પાસે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા ચૂંટણી વ્યૂહરચનાના ખાં મનાતા નેતાઓ છે. લોકસભામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી પણ છે એ જોતાં મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરાવી દેવાનો દાવ ચાલી પણ જાય.
જો કે ભાજપની યોજનામાં સૌથી મોટું વિઘ્ન એકનાથ શિંદે છે. શિંદેને ફરી મુખ્યમંત્રી બનવા મળશે કે નહીં એ નક્કી નથી. ભાજપ જ તેમને ફરી ગાદી પર બેસાડે એ નક્કી નથી ત્યારે શિંદે છ મહિના પહેલાં મુખ્યમંત્રીપદ છોડવા શું કરવા તૈયાર થાય?
ભાજપે આ સવાલનો જવાબ પણ શોધવો પડે. ઉ