Homeઉત્સવ‘સદાકાળ ગુજરાત’ના ઉદ્ગાતાના પ્રેમભક્તિશૌર્યની અભિવ્યક્તિ કરતાં રાષ્ટ્રકાવ્યો...

‘સદાકાળ ગુજરાત’ના ઉદ્ગાતાના પ્રેમભક્તિશૌર્યની અભિવ્યક્તિ કરતાં રાષ્ટ્રકાવ્યો…

અલભ્ય ગ્રંથવિશ્ર્વ -પરીક્ષિત જોશી

બોક્સ-૧-પુસ્તકવિશે
નામ- રાષ્ટ્રિકા
લેખક- અરદેશર ફરામજી ખબરદાર
પ્રકાશક-એન.એમ.ત્રિપાઠી એન્ડ કંપની
પ્રકાશન વર્ષ-૧૯૪૦
કુલ પાનાં- ૨૪૫
કિંમત- બ્ો રૂપિયા એંસી પ્ૌસા
તા. ૨૧-૧૦-૨૦૧૮ના રોજ શરૂ થયેલી આપણી આ અનોખા પુસ્તકોના પરિચયની યાત્રાનો આજે આ ૧૭૫મો લેખ પ્રકાશિત થઈ રહૃાો છે. આ સીમાચિહ્ન સુધી પહોંચવાની યાત્રાન્ો સુખદ અન્ો સરળ,સહજ બનાવવા માટે મુંબઈ સમાચારનું વહીવટીતંત્ર અન્ો આ લેખમાળાનો રસિક વાચકગણ વંદન સાથે અભિનંદનના અધિકારી છે. ગુજરાતના નામાંકિત ઉદ્યોગપતિ શેઠ અંબાલાલ સારાભાઈન્ો અર્પણ થયેલું આ કવિ અરદેશર ફરામજી ખબરદારનું પુસ્તક એમના દ્વારા રચાયેલાં રાષ્ટ્રકાવ્યોનો સંચય છે. કવિ ગુજરાતી અન્ો અંગ્રેજી બ્ોય ભાષામાં સમાન અધિકારથી સર્જન કરતા રહૃાાં છે. એમના ગુજરાતી પુસ્તકોમાં કાવ્યરસિકા, વિલાસિકા, પ્રકાશિકા, મલબારીનાં કાવ્યરત્નો, ભારતનો ટંકાર, સંદેશિકા, કલિકા, ભજનિકા, રાસચંદ્રિકા, દર્શનિકા, પ્રભાતનો તપસ્વી અન્ો કુક્કુટદીક્ષા, કલ્યાણિકા અન્ો આ પુસ્તક રાષ્ટ્રિકા મુખ્ય છે.
પ્રસ્તાવનામાં કવિ નોંધે છે એમ, વતન માટેનો પ્રેમ એ માત્ર પ્રભુપ્રેમથી જ ઊતરતો છે..તમામ પ્રાણીઓની જૂથભાવનન્ો લીધે સામસામા દેશોના વતનીઓમાં પોતપોતાના વતનનો ખાસ પ્રેમ ઊભરી નીકળે છે, અન્ો એ વતનના બચાવન્ો માટે ત્ો પ્રાણીની પ્રેરણાથી પરસ્પર લડી લે છે. પ્રકૃતિમાં પણ વખતોવખત તુમુલ ઉત્પાતો જન્મે છે પણ આખરે તો પાછી શાંતિ જ જામે છે. વ્યક્તિપ્રેમ, કુટુંબપ્રેમ, જાતિપ્રેમ, ધર્મપ્રેમ, એમ પ્રેમનાં વર્તુળોનો પ્રદેશ વિસ્તાર પામતાં વતનપ્રેમ ઉદ્ભવ પામે છે. જે વતનની માટીમાંથી જન્મ લઈન્ો, જેના અન્નપાણીથી પોષણ પામીન્ો, જેની હવા પ્રતિપળ દમમાં ભરીન્ો આપણે જીવીએ છીએ, જેનાં નદીનાળાં, પહાડ, તળાવ, ખેતરો, વૃક્ષો, ફૂલો વગ્ોરેની લીલા આપણી આંખોન્ો ઠારે છે ન્ો હૃદયન્ો અન્ોરો આનંદ આપ્ો છે, જેના એવા વાતાવરણમાં આપણા બાલ્યકાળના ખેલો ખેલાયા હતા અન્ો સ્વપ્નાં સ્ોવાયાં હતાં, ત્ો વતન- ત્ો પ્રાણપ્રિય મોંઘા વતનન્ો આપણે કેમ ભૂલી શકીએ કે ત્ોની સ્ોવાની ઘડીએ કેવી રીત્ો પાછીપાની કરીએ. ગમે ત્ોવા દૂરના દેશોમાં પણ બ્ો કેવળ અજાણ્યાં પણ હમવતનીઓ અચાનક મળી જાય ત્ોવી વેળાએ એ વતનપ્રેમ કેવો ઊભરી નીકળે છે, ત્ો તો જેન્ો અનુભવ મળ્યો હોય ત્ો જ જાણે.
કવિ તો ભાવ અન્ો પ્રેમનો અમીરી ભંડાર છે એમ કહી ખબરદાર ઉમેરે છે કે, જે ટીકાકારો પોતાના અજ્ઞાનથી, દેખાદેખીથી કે કોઈ સ્વાર્થન્ો લીધે ભક્તિની એટલેકે પ્રભુપ્રેમની અન્ો રાષ્ટ્રપ્રેમની એટલેકે વતનપ્રેમની કવિતા નીચી કોટિની ગણાય, ત્ોમન્ો કવિતાના વિષયમાં કશી ખબર જ નથી. વતનપ્રેમન્ો લગતાં શૌર્યનાં, વિજયનાં ગીતો ન્ો કાવ્યો આપણા પ્રાંતમાં આપણા ભાટચારણોની જીભે રમતી જીવતી સરસ્વતીએ વંશપરંપરા સજીવન રાખેલાં છે. પણ દેશપ્રેમન્ો લગતાં અન્ોક વ્યવસ્થિત ગીતો આપણી કવિતામાં પ્રથમવાર વીર કવિ નર્મદે જ લખ્યાં છે એ પછી ડૉ. હરિ હર્ષદ ધ્રુવે પણ લખ્યાં છે.
પોતાની કાવ્યરચનાના પ્રારંભકાળથી આ રાષ્ટ્રકાવ્યોની પ્રેરણા એમન્ો થતી એવું કવિ સ્વીકારે છે અન્ો લખે છે કે, પછી સારી પ્ોઠે ફૂલીન્ો ફાલી છે. ૧૯૧૪-૧૮ દરમિયાન મહાયુદ્ધથી પ્રેરાયેલાં એક જ શ્રેણીનાં રાષ્ટ્રકાવ્યો ૧૯૧૯માં ભારતનો ટંકાર નામે પ્રગટ થયાં હતા. એ સિવાયના પણ જે રાષ્ટ્રકાવ્યો હતા એ બધા ભેગાં કરીન્ો ૧૯૦૧થી ૧૯૪૦ સુધીના તમામ રાષ્ટ્રકાવ્યો, રાષ્ટ્રિકામાં સંગ્રહિત છે.
૨૪૫ પાનાંના ફલક પર પથરાયેલા રાષ્ટ્રકાવ્યોના આ સંગ્રહમાં આઠ પ્રકારના ગીતો છે. જેમાં ગુજરાત, કથાનક, અંજલિ, ભારતપુત્રો, દેશદશા, પ્રોત્સાહન, કર્તવ્ય અન્ો સંગ્રામનાં ગીતો સમાવાયેલા છે. ગુજરાતનાં ગીતોમાં ૧૯૦૭ની બીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ગવાયેલું ગુણવંતી ગુજરાત ગીત અન્ો ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં ગવાયેલું જ્યાં જ્યાં વસ્ો એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ગીત મુખ્ય છે. આ વિભાગના કેટલાંક ગીતો માટે કવિએ વિશેષ છંદ રચના પણ કરી છે. કથાનક ગીતોમાં હલદીઘાટ, ટ્રાન્સવાલમાં ત્રાસ અન્ો ગુર્જરવીરત્વ ઉલ્લેખનીય છે. અંજલિ ગીતોમાં હિંદના દાદાનું સ્વદેશાગમન, મલબારીના સ્વર્ગસ્થ આત્માન્ો, મહાત્મા ગાંધીન્ો ચરણે, સ્વામી શ્રદ્ધાનંદ, કવિ નર્મદનું મંદિર, કવિ નર્મદની શતાબ્દી, કાન્તનું સ્વર્ગપ્રયાણ, કવિશ્રી ન્હાનાલાલનો જન્મસુવર્ણમહોત્સવ વિશિષ્ટ ગીતો છે. ભારતપુત્રોના ગીતોમાં અમારો દેશ, ભારતભૂમિનું જયગીત, દેશભક્તની યાચના, ભારતનો ઝંડો મુખ્ય છે. દેશદશાનાં ગીતોમાં સ્વાત્મનિંદા, આધુનિક ભારત, હિંદનો મંદવાડ, હિંદનો વિજયડંકો, હિંદનું ઉગતું પ્રભાત મહત્ત્વના છે. પ્રોત્સાહન ગીતોમાં દેવીનું ખપ્પર, સ્વાધીનતા અન્ો કર્તવ્યનાં ગીતોમાં ભારતના જવાંમર્દન્ો, ખાંડાની ધારે, એકવાર મરી ફીટો, ગુજરાતનો યજ્ઞકુંડ

RELATED ARTICLES

Most Popular