એશિયા કપઃ ભારત હજુ પણ ફાઇનલમાં પહોંચી શકે છે, કેવી રીતે જાણો

દેશ વિદેશ સ્પોર્ટસ

શ્રીલંકા સામે છેલ્લી ઓવરમાં મળેલી હારથી ટીમ ઈન્ડિયા માટે એશિયા કપમાં આગળની સફર ઘણી મુશ્કેલ બની ગઈ છે. ચાહકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું હજુ પણ એવું કોઈ સમીકરણ છે, જેનાથી રોહિતની પલટન ફાઇનલમાં પહોંચી શકે. જો તમે પણ તમારું કેલ્ક્યુલેટર કાઢીને ગણતરી કરવામાં વ્યસ્ત છો તો ભારતની શક્યતાઓને જાણો.
ખોટો દિલાસો આપ્યા વિના સાચી વાત તો એ છે કે ભારત માટે ફાઇનલમાં પ્રવેશવાના રવાજા લગભગ બંધ થઈ ગયા છે. ભારત હવે ‘જો- પરંતુ- તો’ના આધારે જ ફાઇનલમાં પહોંચી શકશે. આજે અફઘાનિસ્તાનની ટીમે પાકિસ્તાનને હરાવવું જોઈએ અને પછી શ્રીલંકાએ પણ તેની ત્રીજી મેચમાં પાકિસ્તાન સામે વિજય નોંધાવવો જોઈએ. એટલે કે જો પાકિસ્તાન તેની બાકીની બે મેચ હારે છે અને ભારત અફઘાનિસ્તાનને હરાવશે તો ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના નામના બે-બે પોઈન્ટ થશે અને પછી મામલો નેટ રન રેટ પર અટકી જશે. આવી પરિસ્થિતિઓ માટે, ભારતે અફઘાનિસ્તાન સામે મોટી જીત નોંધાવીને પોતાનો નેટ રન રેટ સુધારવો પડશે.
પાકિસ્તાન અને ત્યાર બાદ શ્રીલંકા સામે સુપર-4માં સતત બીજી હાર બાદ હવે ભારત પર એશિયા કપમાંથી બહાર થવાનું જોખમ છે. હવે ભારતની આશા નેટ રન રેટ અને અન્ય ટીમોની હાર-જીતની પાતળી દોરી પર ટકેલી છે. છેલ્લી ઓવરમાં શ્રીલંકાને જીતવા માટે માત્ર 7 રનની જરૂર હતી. અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરીને અંતિમ બે બોલ સુધી મેચ ખેંચી લીધી હતી, પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા નહોતા. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે રોહિત શર્મા (41 બોલમાં 72 રન)ની મદદથી આઠ વિકેટે 173 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ સતત ત્રીજી મેચ પ્રથમ બોલમાં 4 વિકેટ ગુમાવીને જીતી લીધી હતી. પથુમ નિસાંકા (52) અને કુસલ મેન્ડિસ (57)ની ઓપનિંગ જોડીએ શ્રીલંકાની જીતનો પાયો નાખ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.