(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં જ એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા હતા. ચૂંટણી પંચના મતદાનના આંકડા સાથે ન હોવા છતાં મોટા ભાગની ટીવી ચેનલોએ રાજકીય પક્ષોનું ભાવિ ભાખી દીધું હતું. આ પોલ્સ મોટે ભાગે ખોટા પડે છે, પરંતુ તેનાથી એક માહોલ બંધાય છે. ગુજરાતમાં આ પોલ્સ જાહેર થયા બાદ ભારત જન વિજ્ઞાન જાથાએ જે પણ કોઈ કયા રાજકીય પક્ષને કેટલી બેઠકો આવશે તેની સચોટ માહિતી આપશે તેને રૂ. 25 લાખના ઈનામની જાહેરાત કરી હતી. આવા મેસેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા. જ્યારે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે પણ વિધાનસભાની 182 બેઠકના સચોટ પરિણામની આગાહી કરનારને રૂ. 5,51,000નું ઈનામ જાહેર કર્યું હતું. કોંગ્રેસે ઓપિનિયન પોલ અને એકિઝટ પોલના નામે પરસેપ્શન બનાવવાનું ષડયંત્ર જણાવ્યું હતું. રાવલે જણાવ્યું હતું કે અમારું આટલું મોટું નેટવર્ક હોવા છતાં રાજકીય પક્ષોને પણ ખરા આંકડાઓ મળતા નથી. એવી ઘણી બેઠકો છે જ્યાં કહેવાનું મુશ્કેલ છે ત્યારે એક્ઝિટ પોલના નામે આટલું જુઠાણુ ચલાવવામાં આવે છે.
Guj bjp 128
Congress 48
Aap 4
A
Others2