Ex-NCB officer Sameer Wankhede gets clean-chit in certificate case

જાતિ પ્રમાણપત્રના કેસમાં સમીરr વાનખેડેને મળી ક્લીન ચીટ

એનસીબીના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને રાજ્યની જાતિ ચકાસણી સમિતિ દ્વારા ક્લીનચીટ આપવામાં આવતા એક વર્ષથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન નવાબ મલિકના દાવા બાદ વાનખેડે વિવાદમાં આવી ગયા હતા. નવાબ મલિકે દાવો કર્યો હતો કે સમીર વાનખેડેએ સરકારી નોકરી મેળવવા માટે નકલી જાતિ પ્રમાણપત્રનો ઉપયોગ કર્યો હતો. મલિકે દાવો કર્યો હતો કે વાનખેડે મુસ્લિમ હતા, પરંતુ તેમને અનામત શ્રેણી હેઠળ નોકરી મળી હતી.
સમિતિએ વાનખેડેના જાતિ પ્રમાણપત્રને પણ માન્ય રાખ્યું છે. 91-પાનાના આદેશમાં પેનલે દરેક બાજુથી સબમિશન લીધા હતા અને પછી એવી દલીલ કરી હતી કે વાનખેડે જન્મથી મુસ્લિમ નથી. સમિતિએ એવું પણ તારણ કાઢ્યું હતું કે સમીર વાનખેડે અને તેના પિતા જ્ઞાનેશ્વર વાનખેડેએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને મુસ્લિમ ધર્મ અપનાવ્યો ન હતો. આદેશમાં વધુમાં જણાવાયું છે કે સમીર વાનખેડે અને તેના પિતા મહાર-37 અનુસૂચિત જાતિના છે જે હિન્દુ ધર્મમાં માન્ય છે.
ઘટના બાદ તરત જ વાનખેડેએ ટ્વિટર પર લખ્યું, “સત્યમેવ જયતે.”

“>

 

Google search engine