મુંબઈ: મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે બુધવારે ટીવી પત્રકાર અર્નબ ગોસ્વામી અને ટીવીની માલિકી ધરાવતા એઆરજી આઉટલાયર મીડિયા સામે દાખલ કરેલા માનહાનિના દાવાને પાછો ખેંચી લીધો હતો. એડિશનલ સેશન્સ જજ વી.ડી. કેદારે આ માટે મંજૂરી આપી હતી, પણ સિંહ પર રૂ. ૧૫૦૦નો મામૂલી ખર્ચ નાખવામાં આવ્યો હતો, જે ગોસ્વામીને ચૂકવવામાં આવશે. બિનશરતી દાવો પાછો ખેંચવા માટે ખર્ચ લાદવાની જરૂર છે, એવું જજે નોંધ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સિંહે ૨૦૨૧માં ગોસ્વામી અને ટીવીના માલિકો વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. માનહાનિના દાવા હેઠળ સિંહે રૂ. ૯૦ લાખનું નુકસાન માગ્યું હતું.
(પીટીઆઈ)