બોલીવૂડ એક્ટર આમિર ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ થઇ ત્યારથી જ વિવાદોમાં ફસાઇ છે. સોશિયલ મીડિયા પર નેટીઝન્સ સતત ફિલ્મના બહિષ્કારની હાકલ કરી રહ્યા છે. આ દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસરે પણ આ ફિલ્મની ટીકા કરી છે.
મોન્ટી પાનેસરે ફિલ્મ જોયા બાદ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ભારતીય સેના અને શીખોનું અપમાન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ટોમ હેન્ક્સની ફોરેસ્ટ ગમ્પની કાર્બન કોપી છે. ‘ફોરેસ્ટ ગમ્પ’માં ટોમ હેન્ક્સનું લો આઈક્યુવાળું પાત્ર યોગ્ય હતું કારણ કે વિયેતનામ યુદ્ધ દરમિયાન યુએસ ઓછા આઈક્યુવાળા પુરુષોની ભરતી કરી રહ્યું હતું. ભારતીય સેનામાં ક્યારેય ઓછા આઈક્યુવાળા પુરુષોની ભરતી કરવામાં આવતી નથી.આ ફિલ્મ ભારતીય સશસ્ત્ર દળો, ભારતીય સેના અને શીખોનું અપમાન કરે છે! ઉશ્કેરણીજનક શરમજનક #બાયકોટલાલસિંહચઢ્ઢા
મોન્ટી પાનેસર પોતે શીખ છે અને તેના માતા-પિતા ભારતીય છે. મોન્ટી પાનેસર ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તેણે ઈંગ્લેન્ડ માટે 50 ટેસ્ટ અને 26 વનડે રમી હતી. આ દરમિયાન, તેણે બંને ફોર્મેટમાં અનુક્રમે 167 અને 24 વિકેટ લીધી છે.
હોલીવુડ ફિલ્મ ફૉરેસ્ટ ગમ્પની વાત કરીએ તો 1994માં રિલીઝ થયેલી આ ફિલ્મે 67 કરોડ ડોલર કમાયા હતા. ટૉમ હેંક્સની આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. હવે જોવાનું એ છે કે આમિરની આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કેટલુ કલેક્શન કરે છે.

Google search engine