Homeદેશ વિદેશદર છ મહિને પોતાનો દેશ બદલી નાખે છે આ ટાપુ

દર છ મહિને પોતાનો દેશ બદલી નાખે છે આ ટાપુ

આજે દુનિયાભરના દેશો પોત-પોતાની સરહદો અને સીમા સુરક્ષા માટે લડી રહ્યા છે પછી એ રશિયા હોય કે યુક્રેન હોય કે ભારત-ચીન, ભારત-પાકિસ્તાનની વાત હોય… હાલમાં લેટેસ્ટ સીમા વિવાદની વાત કરીએ તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સીમા વિવાદ એકદમ ચરમસીમા પર છે. આ વિવાદને કારણે ભારતે એક વખત ચીન સાથે અને બે વખત પાકિસ્તાન સાથે યુદ્ધ પણ કર્યું હતું.
યુક્રેન-રશિયા વચ્ચે એક વર્ષ બાદ આજે પણ યુદ્ધ ચાલી જ રહ્યું છે. પરંતુ આ બધા વચ્ચે આજે આપણે અહીં એવા એક ટાપુ વિશે વાત કરીશું કે જે દર છ મહિને પોતાનો દેશ બદલી લે છે. આ કોઈ પરી કથા કે ફિક્શન સ્ટોરી નથી, પરંતુ વાસ્તવિક્તા છે. આ અનોખા ટાપુ પર છ મહિના સુધી એક દેશ રાજ કરે છે, અને બીજા છ મહિના સુધી બીજા દેશનું રાજ જોવા મળે છે.
આ ટાપુનું નામ છે ફિઝન્ટ આઇલેન્ડ અને આ ટાપુ ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે આવેલો છે. વર્ષ 1659માં આ ટાપુને લઈને ફ્રાન્સ અને સ્પેન એક સમજૂતી થઈ હતી. આ સમજૂતી હેઠળ જ આ ટાપુ પર 6 મહિના માટે ફ્રાન્સ અને 6 મહિના માટે સ્પેન શાસન કરે છે. મહત્ત્વની વાત તો એ છે કે આ ટાપુને કારણે ફ્રાન્સ અને સ્પેન વચ્ચે ક્યારેય કોઈ યુદ્ધ નથી થયું. ફ્રાન્સ અને સ્પેન આ ટાપુ પર દર 6 મહિને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે શાસન કરે છે.
વર્ષ 1659માં આ ટાપુ અંગે ફ્રાન્સ અને સ્પેન વચ્ચે થયેલા કરારને ટ્રીટી ઓફ પાઈન્સ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં આ ટાપુ 200 મીટર લાંબો અને લગભગ 40 મીટર પહોળો છે. નદીની વચ્ચે પડેલો આ ટાપુ સદીઓથી મૂંઝવણમાં હતો કે તેના પર કોણ રાજ કરશે. જે પછી ફ્રાન્સ અને સ્પેને પરસ્પર સહમતિથી આ ટાપુને લઈને એક સમજૂતી કરી અને આ કરારમાં એ વાત પર સહમતિ થઈ કે 6 મહિના સુધી આ ટાપુ ફ્રાન્સ પાસે રહેશે અને 6 મહિના સુધી તેના પર સ્પેનનો કબજો રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular