જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.
(ગયા અંકથી ચાલુ)
ધ્યાન ગયું સામે આટલી ધૂળ ઊડી રહી છે. યાત્રિકોએ કહ્યું અહીંથી ઓછામાં ઓછો એક કલાક થશે પણ પાછા આવવાની કોઈ ગેરંટી નહીંં. વળી ઉપર જુઓ વાદળાં ક્યારે તૂટી પડે કંઈ કહેવાય નહીં. ખરેખર વાતાવરણ ખોરંભાયું હતું. નિશ્ર્ચિત દસેક મિનિટમાં ભારે વરસાદ પડશે કે બરફ પડશે. શું કરવું અમે વિમાસણમાં પડ્યા. આગળ જવું કે પાછા વળવું. યાત્રિકની વાતને અવગણીને અમે આગળ વધ્યા હજુ તો ૫૦ ડગલાં ચાલ્યા હશું ત્યાં તો રસ્તાની ભયંકરતા અમને દૂરથી દેખાઈ ગઈ. જ્યાં અમે ઊભા હતા ત્યાંથી ગૌમુખનું સ્થાન જોઈ શકાતું હતું, એમાંથી ગંગા વહી આવતી હતી. શિખર ઉપરથી પડતા પથ્થરોને જોઈને થોડી ઘણી રહી-સહી ઈચ્છા પણ પૂરી થઈ ગઈ. ત્યાંથી અમે જલદી જલદી પાછા બાબાજીના આશ્રમે પહોંચી ગયા. વચ્ચે એક ગણેશ શિખર ખૂબ આકર્ષક છે. જાણે મહાકાય ગણેશજી બિરાજમાન કર્યા હોય તેવો જ એનો આકાર હતો. અહીં આવ્યા પછી ખબર પડી કે અસલી ગૌમુખ તો હજુ ૧ કિ.મી. આગળ છે. આ તો નવું બનાવેલું ગૌમુખ છે. વળી કોઈક બાબા મળ્યા હતા તેમણે તો એવું કહ્યું કે અસલી ગૌમુખ તો ક્યારનુંય પહાડોના પથ્થરોથી ઢંકાઈ ગયું છે. ત્યાં કોઈ જઈ શકે જ નહીં. એ સ્થાન જ લુપ્ત થઈ ગયું છે. હવે આને લોકો ગૌમુખ માને છે. જોકે અમારે તો હિમાલયની યાત્રા કરવી હતી. ભોજપત્ર વન જોવા હતા. ગંગોત્રી ગ્લેશિયર નજીકથી જોવી હતી એ બધું થયું. અહીંથી કેદારનાથ માટે એક કાચો રસ્તો શિખરો અને બરફની વચ્ચેથી જાય છે. ખૂબ દુષ્કર છે. કોઈ ભોમિયો હોય અને બરફમાં ચાલવા માટેની બધી સામગ્રી હોય તો જ જઈ શકાય. વળી બદ્રીનાથ જવા માટે પણ રસ્તો છે.
ભોજવાસાથી કેદારનાથ:-
ભોજનવાસાથી મયાલીપાસ
૨૦ કિ.મી. ૫૫૦૦
મીટર ઊંચાઈ
મયાલીપાસથી વાસુકીતાલ
૧૪ કિ.મી. ૪૧૩૫
મીટર ઊંચાઈ
વાસુકીતાલથી કેદારનાથ
૮ કિ.મી. ૩૫૮૧
મીટર ઊંચાઈ (બરફના ૪ કિ.મી. ચાલતા આખો દિવસ થાય)
ગૌમુખથી બદ્રીનાથ
ગૌમુખ ઊંચાઈ ૩૮૯૨ મીટર
ગૌમુખથી નંદનવન
૬ કિ.મી. ૪૫૦૦ મીટર ઉંચાઈ
નંદનવનથી વાસુકીતાલ
૭ કિ.મી.
વાસુકીતાલથી ખડાપઠાર
૫ કિ.મી. ૫૧૬૦ મીટર ઉંચાઈ
ખડાપઠારથી શ્ર્વેત ગ્લેશિયર
૫ કિ.મી., શ્ર્વેત ગ્લેશિયરથી કાલિન્દી બેસ ૫ કિ.મી.
કાલિન્દીબેસથી કાલીન્દીપાસ ૪ કિ.મી. ૫૯૦૦ મીટર ઊંચાઈ
કાલિન્દીપાસથી રાજપડાવ ૬ કિ.મી. ૪૮૮૦ મીટર ઊંચાઈ
રાજપડાવથી આરવાતાલ ૧૪ કિ.મી. ૩૯૧૦ મીટર ઊંચાઈ
આરવાતાલથી ઘસ્તોલી ૧૫ કિ.મી.
ઘસ્તોલીથી માણા ૧૪ કિ.મી.
માણાથી બદ્રી ૩ કિ.મી. ૧૦૩૫૦ ફૂટ ઊંચાઈ
ગંગોત્રીથી કેદારનાથ:- ગંગોત્રીથી ખાટલિંગ ગ્લેશિયર ૨૬ કિ.મી.
(વાયા રૂદુન્ગેરા બારક)
ગ્લેશિયરથી કેદારનાથ ૨૦ કિ.મી.
આ બધા માર્ગે બરફ ઉપર જ ટ્રેકિંગ કરવું પડે અને આ માર્ગે ચાલવા માટે ઉત્તરકાશીથી પરમિશન લેવી પડે.
જૈન સાધુ આ માર્ગે જઈ શકે નહીં કારણ કે જૈન સાધુના વ્રતનો ભંગ થાય પણ સંસારી વ્યક્તિ હિંમત કરે તો આગળ વધી શકે. આ રસ્તે અદ્ભુત તપોભૂમિઓ અને અચિંત્ય શક્તિના આ બધા માર્ગો બરફ ઉપર જ ટ્રેકિંગ કરવું પડે અને આ માર્ગે ચાલવા માટે ઉત્તરકાશીથી પરમિશન લેવી પડે.
જૈન સાધુ આ માર્ગે જઇ શકે નહીં, કારણ કે જૈન સાધુના વ્રતનો ભંગ થાય પણ સંસારી વ્યક્તિ હિમ્મત કરે તો આગળ વધી શકે. આ રસ્તે અદ્ભુત તપોભૂમિઓ અને અચિંત્ય શક્તિના સ્વામી સિદ્ધયોગી મળે. તપોવન-નંદનવન-સુમેરુપર્વત-વાસુકીતાલ આદિ માનવસંચાર રહિત દિવ્ય ભૂમિઓની અલૌકિક ધરતીનો આનંદ મેળવી શકે.
વળી આ રસ્તે જવાનો સમય જૂનનથી સપ્ટેમ્બર સુધી છે. છતા હજુ કોઇ હિમ્મત કરે તો તપોવન અને નંદનવન સુધી જૈન સાધુ જઇ શકે. બરફ અંગે તે સમયે પૂછી લેવું.
રાત્રિ વિશ્રામ આ બંગાળી બાબાના આશ્રમમાં જ થયો. કલ્પના કરો. ચારે બાજુ શિખરો પર બરફ જામેલો છે વચ્ચે ખાડામાં અમે બેઠા છીએ. સમુદ્ર લેવલથી ૩૭૯૨ મીટર ઉપર છીએ. વિચારી શકાય કેવી ઠંડી હશે? ડિગ્રી માપવાના યંત્રમાં -૧૦ (માઇનસ ૧૦) ડિગ્રી તાપમાન બતાવી રહ્યું છે. આખી રાત હિમયુગમાં કાઢી. જો કે રૂમ સાવ બંધ હતી. ક્યાંયથી પણ હવાનો સંચાર હતો નહીં. તોય થોડી થોડી ઠંડી લાગી. બહાર જઇએ તો જામી જઇએ. હિમાલય છે ને ભાઇ! ઠંડી તો રહેવાની જ. આ તો સારું છે છેલ્લા ૧૦-૧૨ દિવસથી વરસાદ કે બરફ પડ્યો નથી. ઘણો બધો બરફ પીગળી ગયો છે. નહીં તો આથી પણ વધુ વાતાવરણ ઠંડું હોત તે નિશ્ર્ચિ છે.
ગૌમુખ ક્ષેત્ર દિવ્ય ઔષધિઓનો ભંડાર છે. ધરતી ઉપર ક્યાંક જોવા ન મળતી એવી ઔષધિઓ અહીં જોવા મળે છે. કેટલીક વનસ્પતિઓ આપણું આકર્ષણ કરે છે, તો કટલીક જાણે આપણને દૂર હટી જવાનું કહેતી હોય તેવું લાગે. હિમાલયમાં વિહાર ચાલુ કર્યો ત્યારે જ અમને કહેવામાં આવ્યું હતું કે ભુલથી પણ કોઇ વનસ્પતિનો અડતા નહીં, સુંઘતા નહીં. અહીં. એક લીલકમલ જુઓ આ કમળ પથ્થર ફોડીને બહાર આવ્યું છે. એક એક પાનામાં રસભર્યો છે. આ દિવ્યકમળ શું કામમાં આવે તે આપણને ખબર નથી. આવી જ કોઇક સંજીવની બુટી લેવા માટે હનુમાનજી અહીં સુધી આવ્યા હશે. દરેક ઔષધીઓની સુરક્ષા કરનાર કોઇક દેવ અવશ્ય હોય છે. જો એ સુરક્ષા કરતા દેવોની ઇચ્છા હોય તો જ એ ઔષધિના દર્શન થાય છે. જો દેવોની ઇચ્છા ન હોય તો તેને અદૃશ્ય કરી નાખે. અહીં દેખાતી ‘રૂદ્રવંતી’ ઘણું બધું કહી દે છે. ઘણાં તાંત્રિકો અને ઘણા દિવ્ય ઔષધિઓને આખી જિંદગી સુધી ભટકાવનારી રૂદ્રવંતી અહીં છે. એના પાન બોરડી જેવા છે. પાણીના ટીપા ટપક્યા કરે. આ વનસ્પતિ નીચે માટી ભીની હોય, એટલી ઓળખાણ આના માટે પર્યાપ્ત છે. પણ જો જોનારનું સૌભાગ્ય હોય તો જ આ જોઇ શકાય. નહીં તો એ અદૃશ્ય થઇ જાય. ગોમુખમાં અમે બે દિવસમાં આ ઔષધિઓની માયા જોઇ ગઇ કાલે, જ્યારે અમે અહીંથી ગૌમુખ તરફ જતા હતાં, ગઇ કાલે દેખેલી વૃક્ષવેલાનું નામ-નિશાન રહ્યું નહીં. ગઇ કાલે વિચારેલું કે આ ઔષધિ આપણે વળતા લઇ લેશું. આજે ઘણી શોધી પણ એ ક્યાંય દેખાઇ નહીં. (ક્રમશ:)