રોજિદ ગામ બન્યું સ્મશાન, ઘેર ઘેર રોકક્ળ અને આક્રંદ

આપણું ગુજરાત

(વિપુલ અહિરાણી)

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: લઠ્ઠાકાંડ જ્યાં બન્યો તે રોજિદ ગામ જાણે સ્મશાનભૂમિમાં ફેરવાઈ ગયું હતું. રોજિદ સહિત આસપાસનાં ગામોમાં મહિલા અને બાળકોના રડવાનાં આક્રંદથી સમ્રગ ગામ દ્રવી ઊઠ્યું હતું. સોમવારે મોડી રાતથી ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. મંગળવારે સવારથી જ એકસાથે પાંચ-પાંચ મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. અત્યાર સુધીમાં ઝેરી દારૂ પીવાથી મોતને ભેટનાર લોકોનો આંકડો ત્રીસે પહોંચ્યો છે. જેમાંથી ૧૫ લોકો બરવાળા અને ૯ લોકો ધંધૂકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
રોજિદ ગામના સ્મશાનગૃહમાં જગ્યા ખૂટતા જમીન પર જ મૃતદેહોના અંતિમસંસ્કાર કરવાની ફરજ સ્વજનોને પડી હતી. વહેલી સવારથી રોજિદ ગામમાં મૃતકોના અંતિમસંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. ગામમાં એકસાથે ૫ લોકોની અંતિમયાત્રા નીકળી છે. ગામના સ્મશાનમાં માત્ર બે જ ચિતા હોવાથી કેટલાકની અંતિમવિધિ જમીન પર કરવામાં આવી રહી છે. બીજી તરફ અંતિમયાત્રા સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે લોકોમાં સત્તાધારી પક્ષ અને પોલીસ ખાતા સામે રોષ જોવા મળતો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.