કસાબને પણ આટલી સુરક્ષા આપવામાં આવી નહોતી, જેટલી બળવાખોર ધારાસભ્યોને અપાઇ રહી છે- આદિત્ય ઠાકરે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ રવિવારે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકાર પર નિશાનો સાધતા બળવાખોર વિધાનસભ્યોની કડક સુરક્ષાને લઇને સવાલો ઉઠાવ્યા હતા. શિંદેના સમર્થક ધારાસભ્યો રવિવારે વિશેષ બસમાં નજીકની લકઝરી હોટેલમાંથી વિધાન ભવન પહોંચ્યા હતા. આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે આતંકવાદી કસાબને પણ આટલી સુરક્ષા આપવામાં આવી નહોતી. અમે મુંબઈમાં આટલી બધી સુરક્ષા કયારેય નહોતી જોઇ. તમે કેમ ડરેલા છો? શું કોઇ ભાગી જશે? આટલો ડર શાનો છે? નોંધનીય છે કે શિંદે સરકારને ચોથી જુલાઇએ એટલે કે આવતી કાલે સોમવારે વિશ્વાસના મતનો સામનો કરવાનો છે. એકનાથ શિંદેને સમર્થન આપનારા શિવસેનાના બળવાખોર ધારાસભ્યો શનિવારે સાંજે ગોવાથી મુંબઈ પરત ફર્યા છે. આ ધારાસભ્યોને દક્ષિણ મુંબઈની એક હોટેલમાં રાખવામાં આવ્યા છે, જે વિધાન ભવન નજીક સ્થિત છે.

1 thought on “કસાબને પણ આટલી સુરક્ષા આપવામાં આવી નહોતી, જેટલી બળવાખોર ધારાસભ્યોને અપાઇ રહી છે- આદિત્ય ઠાકરે

  1. If Kasab was harmed before his trial, no injustice would have occurred. There was a prima facie evidence against him that would have assured his death sentence. In case of rebelling SS MLAs the case is entirely different. If they were harmed it would interfere with democratic process. There is an apples and oranges difference here.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.