Homeટોપ ન્યૂઝમાઈનર પેનિટ્રેશન પણ રેપ ગણાયઃ આલ્હાબાદ હાઈકોર્ટ

માઈનર પેનિટ્રેશન પણ રેપ ગણાયઃ આલ્હાબાદ હાઈકોર્ટ

અલ્હાબાદ હાઈ કોર્ટે રેપ અંગે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે માઈનર પેનિટ્રેશન પણ રેપ ગણાય. પોતાની સગીર પુત્રી પર સગીર છોકરાના રેપ બાદ પોલીસે છોકરાની સામે કેસ લેવાનો ઈન્કાર કરતા મહિલા હાઈકોર્ટ પહોંચી હતી અને મહિલાની ફરિયાદ પર સુનાવણી કરતા કોર્ટે આ મુજબનો ચુકાદો આપ્યો હતો. મહિલાએ એફઆઈઆર નોંધાવી હતી જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે એક કિશોર તેની 7 વર્ષની પુત્રીને કેબિનમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. તેના પ્રાઇવેટ પાર્ટમાં લોહીના ડાઘા હતા. પુરાવા એકત્રિત કર્યા બાદ તપાસ અધિકારી દ્વારા આખરી અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે કિશોર સામે કોઈ કેસ બની શકતો નથી. ત્યારબાદ ફરિયાદી જુવનાઇલ જસ્ટિસ બોર્ડ પહોંચ્યાં હતા.
કોર્ટે એવું પણ અવલોકન કર્યું હતું કે, ફરિયાદીના કેસના સંદર્ભમાં એપેલેટ કોર્ટે કિશોરના શરીર પર મળી આવેલી ઇજાઓની યોગ્ય નોંધ લીધી હતી કે તેને સ્થળ પર જ પકડી લેવામાં આવ્યો હતો અને ત્યાં એકઠા થયેલા લોકોએ તેને માર માર્યો હતો.
પરિણામે, એપેલેટ કોર્ટે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના આદેશ માટે તથ્યો અને કાયદા પર ટકાઉ ન રહેવાના સારા કારણો આપ્યા હોવાનું અવલોકન કરતાં, કોર્ટે અપીલ કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. આરોપીએ જુવનાઈલ કોર્ટમાં કહ્યું હતું કે તેનું યોનીમાં જરા જેટલું પેનિટ્રેશન થયું છે જોકે કોર્ટે તેની આ દલીલને ફગાવી દઈને તેને રેપ ગણ્યો હતો.
પેનિટ્રેશનની સીમાનું કોઈ મહત્વ હોતું નથી અને પેરિનિયમ એ ખાનગી અંગોનો ભાગ છે, જે યોનિમાર્ગને આવરી લે છે. આથી કોર્ટે કહ્યું હતું કે, જો પેનિટ્રેશન ખૂબ જ નજીવું હોય તો પણ યોનિમાર્ગમાં પેનિટ્રેશન ન થાય તો પણ આ કૃત્યને ‘રેપ’ ગણવામાં આવશે એવું કોર્ટે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular