અર્પિતા મુખરજીને પણ ઇડીની એક દિવસની કસ્ટડી

દેશ વિદેશ

અદાલતી કાર્યવાહી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શિક્ષક ભરતી કૌભાંડના કેસમાં પશ્ર્ચિમ બંગાળ રાજ્ય સરકારના પ્રધાન પાર્થ ચૅટર્જીના નિકટનાં સહયોગી અર્પિતા મુખરજીની ધરપકડ કર્યા બાદ તેમને અદાલતમાં રજૂ કરાયાં હતાં. (પીટીઆઈ)

કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના ધરપકડ કરાયેલા પ્રધાન પાર્થ ચેટરજીની નજદીક હોવાનું મનાતા અર્પિતા મુકરજીને પણ અટકમાં લેવાયાં બાદ એક દિવસ ઇડીની કસ્ટડીમાં રાખવાનો આદેશ અપાયો હતો. શનિવારે અર્પિતા મુખરજીના નિવાસસ્થાને પૂછપરછ હાથ ધરાયા બાદ અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં જ્યાં કરોડો રૂપિયા રોકડા અને બીજી અનેક મૂલ્યવાન ચીજો મળી આવી હતી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ નમ્રતાસિંહે અર્પિતાને સોમવારે ઇડી કૉર્ટ સમક્ષ હાજર કરવાનો નિર્દેશ કર્યો હતો. ઇડી અધિકારીઓએ અર્પિતા માટે ૧૪ દિવસની કસ્ટડી માટે માગ કરી છે. ઉલ્લેખનીય છે કે પશ્ર્ચિમ બંગાળના ઉદ્યોગ પ્રધાન પાર્થ ચેટરજીની શિક્ષક ભરતી કૌભાંડ અંગે શનિવારે ધરપકડ કરવામાં આવી હતી જેની નજદીકમાં ગણાતા અર્પિતાનાં ઘરેથી રોકડ નાણું મળી આવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.