Homeઆમચી મુંબઈકરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ નબળી વ્યવસ્થાથી રોષે ભરાયા અજિત પવાર

કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ નબળી વ્યવસ્થાથી રોષે ભરાયા અજિત પવાર

શૌચાલયમાં ધોવામાં આવી રહ્યા છે કપ-રકાબી, વિધાનસભ્ય નિવાસમાં અસ્વચ્છતા

નાગપુર: દિશા સાલિયનથી લઇને સીમાવિવાદ અને કોશ્યારી તેમ જ મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદના મુદ્દા વચ્ચે વિધાનસભ્યમાં અસ્વચ્છતા અને શૌચાલયમાં કપ-રકાબી ધોવામાં આવી રહ્યા છે એ મુદ્દાએ પણ શિયાળુ સત્ર ગાજ્યું હતું. વિરોધ પક્ષના નેતા અજિત પવારે આજે એવો આરોપ મૂક્યો હતો કે વિધાનસભ્ય નિવાસનું માત્ર પ્રવેશદ્વાર જ સુંદર છે. અંદર પ્રવેશ કર્યા બાદ રહેવા માટે કોઇ સુવિધા દેખાતી નથી. આટલું જ નહીં, ક્યાંક પાણી નથી તો ક્યાંક ડ્રેનેજ ઊભરાઈ ગઇ છે અને રૂમો પણ અસ્વચ્છ છે. સૌથી ખરાબ વાત તો એ છે કે અહીં જે ચા પીરસવામાં આવે છે એ માટેના કપ-રકાબીને પણ શૌચાલયમાં ધોવામાં આવે છે. જેને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે તેના પર કાર્યવાહી કરવાની માગણી અજિત પવારે હાઉસમાં કરી હતી. અત્રે નોંધનીય છે કે વિધાનસભ્ય નિવાસ ખાતે કપ-રકાબીને શૌચાલયમાં ધોવામાં આવતા હોવાનો વીડિયો વિધાનસભ્ય અમોલ મિટકરીએ ટ્વિટ કરતાં આ મુદ્દો વિધાનસભામાં ગાજ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular