ટ્રેન્ડમાં રહેવા અને લાઈમલાઈટમાં રહેવા માટે અમુક એક્ટર-એક્ટ્રેસ કોઈ પણ હદ વટાવી જાય છે અને બોલીવૂડની સુપરહોટ એક્ટ્રેસ ઈશા ગુપ્તા પણ આ રેસમાં જરાય પાછળ નથી. ફેન્સ ઈશાની પોસ્ટની આતુરતાપૂર્વક રાહ જુએ છે અને હાલમાં જ સરસમજાની ફૂલગુલાબી ઠંડીમાં ઈશાએ એવો ફોટો પોસ્ટ કર્યો છે કે ફેન્સનું દિલ ધબકારો ચૂકી જશે…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં આશા ટોપલેસ લૂકમાં દેખાઈ રહી છે અને બેકગ્રાઉન્ડમાં પહાડો દેખાઈ રહ્યા છે. શક્ય છે કે નવા વર્ષની ઊજવણી માટે ઈશા બહાર વેકેશન પર ગઈ હોય અને ત્યાં હોટેલની બાલકનીમાં ટોપલેસ થઈને તેણે કાતિલાના પોઝ આપ્યો છે.
કેપ્શનમાં ઈશાએ લખ્યું છે કે લવ ટુડે લવ ટુમોરો… ઈશાએ જેવો આ ફોટો પોસ્ટ કર્યો કે તેની સાથે જ તેનો આ ફોટો વાઈરલ થઈ ગયો. ઈશા ગુપ્તાનો આ અનોખો અંદાજ જોઈને ફેન્સ તો ઘાયલ થઈ ગયા છે. તમારી જાણ માટે કે આ પહેલી વખત નથી કે ઈશાએ આવા બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હોઈએ. આની પહેલાં તેણે એકથી ચઢિયાતા એક બોલ્ડ લૂકના ફોટો શેયર કરીને ચાહકોની દિલની ધડકનો વધારી દીધી હતી.