Homeટોપ ન્યૂઝદિલ્હીની જામા મસ્જિદમાં એકલી મહિલાના પ્રવેશ પર પ્રતિબંધ, મહિલા આયોગે પાઠવી નોટીસ

દિલ્હીની જામા મસ્જિદમાં એકલી મહિલાના પ્રવેશ પર પ્રતિબંધ, મહિલા આયોગે પાઠવી નોટીસ

દિલ્હીની ઐતિહાસિક જામામસ્જિદના પ્રવેશદ્વાર પર એકલી મહિલાઓ માટે નો-એન્ટ્રી બોર્ડ લગાવવામાં આવ્યા હતા. નોટિસમાં લખવામાં આવ્યું છે કે જામા મસ્જિદમાં એકલી મહિલાના પ્રવેશ પર પ્રતિબંધ છે. મતલબ કે પુરૂષો વિના મહિલાઓ હવે જામા મસ્જિદમાં પ્રવેશ લઈ શકશે નહીં. આ મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ આદેશનો વિરોધ કર્યો છે.
મસ્જિદ પ્રશાસનનું કહેવું છે કે મહિલાઓ સાથે અશ્લીલતા રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વાતિ માલીવાલે કહ્યું કે આ મામલે તેઓ મસ્જિદના ઈમામને નોટિસ આપશે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર રોક લગાવવાનો નિર્ણય બિલકુલ અયોગ્ય છે. એક મહિલાને પુરૂષ જેટલો જ ઈબાદત કરવાનો અધિકાર છે. હું જામા મસ્જિદના ઈમામને નોટિસ પાઠવી રહી છું. આ રીતે મહિલાઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો કોઈને અધિકાર નથી.’
ઘણા સામાજિક કાર્યકરોએ પણ જામા મસ્જિદના આ આદેશનો વિરોધ કર્યો છે. સામાજિક કાર્યકર શહનાઝ અફઝલે કહ્યું કે ભારતમાં દરેકને સમાન અધિકાર મળ્યા છે. તેમાં આવો નિર્ણય બંધારણનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે.
મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પ્રવક્તા શાહિદ સઈદે પણ તેનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે આ ખોટી માનસિકતા છે. મહિલાઓ સાથે બીજી કક્ષાનો વ્યવહાર શા માટે? પૂજા સ્થળ દરેક માટે ખુલ્લું હોવું જોઈએ.
જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ કહ્યું છે કે મસ્જિદમાં નમાઝ પઢવા આવતી મહિલાઓને રોકવામાં આવશે નહીં. તેણે કહ્યું કે છોકરીઓ તેમના પ્રમીઓ સાથે મસ્જિદમાં આવતી હોવાની ફરિયાદો હતી. જો કોઈ મહિલા જામા મસ્જિદમાં આવવા માંગતી હોય તો તેણે તેના પરિવાર કે પતિ સાથે આવવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular