Ahmedabad: બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની મુલાકાત દરમિયાન શહેરના પૂર્વ અન પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટેરીયન બ્રિજ)નું ઉદ્ઘાટન કયું હતું. ઉદ્ઘાટન બાદ બીજા દિવસે અટલ બ્રિજ પર લોકોની મેદની ઉમટી પડી હતી જેને લઈને અવ્યવસ્થાનો માહોલ સર્જાયો હતો. જેને લઈને ભારે પોલીસ બંદોબસ્ત સાથે બ્રીજ પર એન્ટ્રી બંધ કરવાની ફરજ પડી છે. હવે આ બ્રિજની મુલાકાત લેવા માટે એન્ટ્રી ફીની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે મુલાકતીઓ માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલ બ્રિજની ફીને લઇને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લોકોની ભીડને નિયંત્રિત કરવા માટે ફીના ધોરણ અને પ્રવેશ નિયમ નક્કી કરવામાં આવ્યા છે. મુલાકાતીઓ અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની કોમ્બો ટિકિટ પણ મેળવી શકે તેવી સુવિધા રાખવામાં આવેલ છે. આ પ્રવેશ ફી 31 ઓગસ્ટથી લાગૂ થશે. અટલ બ્રિજ માટે 3 થી 12 વર્ષ સુધીના મુલાકાતીઓ માટે 15 રૂ, જ્યારે ફ્લાવર પાર્ક સાથેના કોમ્બો માટે 20 રૂપિયા નક્કી કરવામાં આવી છે. અટલ બ્રિજ માટે 13 વર્ષથી ઉપરના માટે 30 રૂપિયા, જ્યારે કોમ્બો માટે 40 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત અટલ બ્રિજ માટે 60 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે 15 રૂ, કોમ્બો ઓફર માટે 20 જ્યારે દિવ્યાંગ વ્યક્તિ માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે.
આ સાથે અટલ બ્રીજની મુસાફરોને આ નિયમોનું પાલન કરવાનું રહેશે:
1. અટલ બ્રિજમાં મલાકાતીઓનો પ્રવેશ સવારે 9.00 ક્લાકથી રાત્રીના 09:00 ક્લાક સધી રહેશે.
2. બ્રિજ પર કોઈપણ મલાકાતી 30 મિનિટથી વધુ રોકાઈ શકશે નહી.
3. મલાકાતીઓને પશ્ચિમ અને પૂર્વ છેડાના અપર પ્રોમીનાડથી જ પ્રવેશ આપવામાં આવશે. લોઅરપ્રોમીનાડથી મલાકાતીઓ એક્ઝીટ થઈ શકાશે.
4. કોઈપણ પ્રકારના ગુટકા, પાન-મસાલા, કેફી દ્રવ્ય બ્રિજ પર લઈ જવાની સખ્ત મનાઈ છે.
5. કોઈપણ પ્રકારનું ધમ્રપાન નિષેધ છે.
6. કોઈપણ પ્રકારના ખોરાકને બ્રિજમાં લઈ જવાની મંજૂરી નથી.                                                                                                                  7. પાલતુ પ્રાણીઓ સાથે બ્રિજમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે.
8. મુલાકાતીઓએ કચરો ડસ્ટબીનમાં જ નાખીને બ્રિજની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સહભાગી બનવું.
9. કોઈપણ પ્રકારના રમત-ગમતના સાધનો બ્રિજમાં લઈ જવાની સખ્ત મનાઈ છે.
10. કોઈપણ પ્રકારના ફેરીયાઓએ બ્રિજમાં વેચાણ અર્થે પ્રવેશ કરવો નહી.
11. બ્રિજ પરના ફૂલ-છોડ સિહતની અન્ય કોઈપણ પ્રકારની મિલકતને તોડવી અથવા નકશાન પહોચાડવું નહીં.
12. તમામ મુલાકાતીઓએ બ્રિજ પર સંપુર્ણ શાંતી જાળવવાની રહશે. શોર-બકોર, બૂમો પાડવી, મ્યૂઝિક વગાડવું, ડાન્સ કરવો, રમતો રમવી, ગ્રૂપમાં મોટેથી અવાજો કરવા, પ્રમોશનલ વગેરે જેવી પ્રવતીઓ કરવાની સખ્ત મનાઈ છે.
13. કોઈપણ પ્રકારની પ્રોફેશનલ ફોટોગ્રાફી/વિડીયોગ્રાફી સાબરમતી રિવરફ્રન્ટ નીતિ નિયમો મજબુ રહશે.

Google search engine