Malaika Aroraએ બાથરૂમમાં લગાવ્યા હતા આ ખાસ વ્યક્તિના પોસ્ટર…
બોલીવૂડની ગ્લેમરસ છૈંયા છૈંયા ગર્લ મલાઈકા અરોરા (Malaika Arora)એ ભલે ગણતરીની ફિલ્મોમાં જ કામ કર્યું છે, પરંતુ તે હંમેશા પોતાના ગ્લેમરસ અને બોલ્ડ લૂકને કારણે લાઈમલાઈટમાં રહે છે. આજે આપણે અહીં એક્ટ્રેસના ફિલ્મી કરિયર કે લવલાઈફ વિશે નહીં પણ સિક્રેટ ક્રશ વિશે વાત કરીશું. એટલું જ નહીં પણ આ એક્ટ્રેસે પોતાના બાથરૂમમાં પણ આ ક્રશનો પોસ્ટર લગાવ્યો હતો. આવો જોઈએ કોણ છે એ-
મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા અને વર્ષોના લગ્નજીવન બાદ આખરે અરબાઝ અને મલાઈકા છુટા પડી ગયા અને અર્જુન કપૂર અને મલાઈકા રિલેશનશિપમાં આવ્યા અને હવે અહેવાલો સામે આવી રહ્યા છે કે અર્જુન અને મલાઈકાનું પણ બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ શું તમને ખબર છે કે અરબાઝ અને અર્જુન પહેલાં મલાઈકા કોઈ ખાસ વ્યક્તિની દિવાની હતી? ચાલો આજે તમને મલાઈકાના સિક્રેટ ક્રશ વિશે જણાવીએ.
એક ડાન્સ રિયાલિટી શોમાં કે જ્યાં મલાઈકા જજ તરીકે જોવા મળી હતી એ મંચ પર જ આ ખુલાસો થયો હતો. ડાન્સ રિયાલિટી ટીવી શો દરમિયાન એક દિવસ એક્ટર ચંકી પાંડેજી ગેસ્ટ તરીકે પહોંત્યા હતા. જ્યાં ચંકી પાંડેએ પોતાની લાઈફને લઈને ચોંકાવનારા ખુલાસો કર્યા હતા.
શોના હોસ્ટ મનીષ પોલએ પણ મલાઈકા અરોરાની લાઈફને લઈને આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે ચંકી પાંડે પોતાના સમયમાં અનેક યુવતીઓના ક્રશ રહી ચૂક્યા છે અને એમાંથી જ એક આજે આપણી વચ્ચે બેઠી છે અને એ છે મલાઈકા અરોરા. મનીષની આ વાત સાંભળીને ચંકી પાંડે પણ ચોંકી ઉઠે છે અને મલાઈકા બ્લશ કરવા લાગે છે.
આ પણ વાંચો : તો શું મલાઈકા અરોરાના સાવકા પિતા હતા અનિલ મહેતા? તો એના રિઅલ પિતા કોણ….
મલાઈકા જણાવ્યું હતું કે હું ચંકીની એટલી દિવાની હતી કે તેમના પોસ્ટર મારા બાથરૂમમાં પણ લગાવ્યા હતા. એટલું જ નહીં પણ હું અને મારી નાની બહેર ચંકીજીના ઘરે બ્લેન્ક કોલ્સ પણ કરતાં હતા. આગળ મલાઈકા એવું પણ જણાવ્યું હતું કે ચંકીજી પણ ખૂબ જ મસ્તીખોર હતા અને તેઓ પણ ફોન ઉપાડીને કહેતાં કે હેલો હું ચંકી બોલું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ મલાઈકાના પિતાનું નિધન થયું હતું અને તેમના મૃત્યુ બાદથી તે સદમામાં છે. હાલમાં એક્ટ્રેસે પોતાની માતા અને ફેમિલી સાથે સમય પસાર કરી રહી છે.