Isha Ambaniનો Princess Look જોયો કે? એક વાર જોશો તો… | મુંબઈ સમાચાર
મનોરંજન

Isha Ambaniનો Princess Look જોયો કે? એક વાર જોશો તો…

અંબાણી પરિવારનું આખું મહિલા મંડળ પોતાની રોયલ અને હટકે બટ ગ્રેસફૂલ ફેશન સેન્સ માટે પ્રખ્યાત છે. કોઈ પણ ઇવેન્ટ હોય પણ અંબાણી પરિવારની મહિલાઓ પોતાની ફેશન સેન્સથી લાઈમલાઈટ ચોરી જ જાય છે. આવું જ કંઈક ઈશા અંબાણી (Isha Ambani)એ કર્યું હતું. ઈશા અંબાણી હાલમાં જ પેરિસ ખાતે એકદમ પ્રિન્સેસ લૂકમાં જોવા મળી હતી, જેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટો જોઈને તમને ડિઝની વર્લ્ડની રાજકુમારીની યાદ ન આવે તો જ નવાઈ…

ઈશા પણ મમ્મી નીતા અંબાણી અને ભાભી શ્લોકા અને રાધિકાની જેમ જ અપ ટુ ડેટ ફેશનમાં માને છે. ઈશા હાલમાં બીઓએફ 500 ગાલામાં પહોંચી ત્યારે તેની ફેશન જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. આ ઈવેન્ટ માટે ઈશાએ એકદમ ખાસ આઉટફિટ પસંદ કર્યો હતો જેનું કનેક્શન સીધું મોગલ સામ્રાજ્ય સાથે છે. ઈશાએ પહેરેલો લાઈમ ગ્રીન કલરનો આ ડ્રેસ 18મી સદીમાં મોગલ સામ્રાજ્યના સમયમાં બનાવવામાં આવેલી એક મિનીએચર પેઇન્ટિંગથી પ્રેરિત હતો. આ ડ્રેસને ઈટાલીયન ડિઝાઇનર Giambattista Valliએ ડિઝાઇન કર્યો હતો અને આ ડ્રેસમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીની લાડકવાયી કોઈ રાજકુમારી જેટલી જ સુંદર લાગી રહી હતી.

ઈશાના આ ફ્રોક ડ્રેસમાં સ્ટ્રેપી સ્લીવ્ઝ સાથે ફોલ ઓફ સ્લીવ્ઝ અટેચ કરવામાં આવી છે જે એના આ ડ્રેસને ઓફ શોલ્ડર લુક આપે છે. આ ડ્રેસમાં પ્લિટેડ સ્કર્ટ પણ છે જેને ઈશાએ ખૂબ જ સ્ટાઈલમાં ફલોન્ટ કર્યો હતો. આ સાથે જ આ ડ્રેસમાં વેસ્ટ પર એક સાટીનનો બો પણ લગાવવામાં આવ્યો છે જે આ ડ્રેસની સુંદરતામાં વધારો કરે છે. આ બ્યુટીફૂલ ડ્રેસ સાથે ઈશાએ શિમરી કલચ, એમ્બ્લિશિડ સેટન પંપ હિલ્સ સાથે કેરી કર્યા હતા.

આ પણ વાંચો : Viral Video: નણંદ Ishaને જોતા સસરા મુકેશ અંબાણી સામે જ Radhika Merchantએ કર્યું કંઈક એવું કે…

ઈશાના આ હિલ્સની કિંમત વિશે વાત કરીએ તો એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ હિલ્સ 1,51,601 રૂપિયા છે. આ બ્યુટીફૂલ પ્રિન્સેસ લૂક પર ઈશાએ ગ્લોસી મેકઅપ કરીને લૂકને કંપ્લિટ કર્યો હતો. ભાઈ અંબાણી પરિવારની લાડકવાયી છે, એના ઠાઠમાઠની તો કંઈ વાત થતી હશે???

Back to top button