એન્ટરટેઇનમેન્ટ આફ્ટર ઈન્ટરવલ: વેલકમ ટુ ૨૦૨૨ સેક્ધડ હાફ-૨

મેટિની

શો- શરાબા -દિવ્યકાંત પંડ્યા

(ગયા અંકથી ચાલુ)
ગયા શુક્રવારના અંકમાં ૨૦૨૨ના સેક્ધડ હાફમાં રિલીઝ થનારી કેટલીક બિગ સ્ટારની અને બિગ બજેટની ફિલ્મોની વાત કરી હતી. બાકીની ફિલ્મોની વાત આજે કરીએ.

રામ સેતુ (૨૪ ઓક્ટોબર)
આ એક્શન એડવેન્ચર ફિલ્મ માઇથોલોજી સાથે જોડાયેલી છે. ભગવાન રામ અને તેની સેનાએ લંકા જવા માટે જે સેતુ બનાવ્યો હતો તેની વાત ફિલ્મના કેન્દ્રમાં છે. રામાયણમાં જેનો ઉલ્લેખ છે તે સેતુમાં કેટલી હકીકત છે તેની ખરાઈ કરનાર આર્કિયોલાજિસ્ટના પાત્રમાં અક્ષય કુમાર જોવા મળશે. ફિલ્મ ભગવાન રામ અયોધ્યા પાછા આવ્યા એ દિવસ એટલે દિવાળીએ જ રિલીઝ થવાની છે એટલે દર્શકો ફિલ્મ તરફ વધુ આકર્ષાય એવું બની શકે છે.
ડિરેક્ટર: અભિષેક શર્મા
કાસ્ટ: અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડિઝ, નુસરત ભરૂચા
એમ્સ્ટર્ડેમ (૪ નવેમ્બર)
હોલિવૂડમાં દર વર્ષે ઓછામાં ઓછી બે-ત્રણ મલ્ટિસ્ટારર ફિલ્મ્સ બને છે. ‘એમ્સ્ટર્ડેમ’માં પણ કેટલાય એ-લિસ્ટર એક્ટર્સ ભેગા થયા છે. ઘણી ફિલ્મ્સની જેમ આ ફિલ્મનું શૂટિંગ પણ કોવિડને કારણે અટકી ગયું હતું. આ એક પિરિયડ મિસ્ટ્રી ફિલ્મ છે. ૧૯૩૦ના દાયકામાં એક મર્ડરના આરોપ હેઠળ એક ડોક્ટર, એક નર્સ અને એક વકીલનું નામ આવે છે અને પછી શું થાય તેવી આ ફિલ્મની વાર્તા છે.
ડિરેક્ટર: ડેવિડ ઓ. રસલ
કાસ્ટ: ક્રિશ્યન બેલ, માર્ગો રોબી, જોન ડેવિડ વોશિંગ્ટન
બ્લેક પેન્થર: વકાન્ડા ફોરએવર (૧૧ નવેમ્બર)
૨૦૧૮માં આવેલી ‘બ્લેક પેન્થર’ બેસ્ટ પિક્ચર માટે ઓસ્કર્સ નોમિનેશન મેળવનારી પહેલી સુપરહીરો ફિલ્મ હતી. તેની સિક્વલ બનાવવાનો નિર્ણય તરત જ લેવામાં આવ્યો હતો, પણ ફિલ્મના મુખ્ય એક્ટર ચેડવિક બોઝમેનનું કોલન કેન્સરથી ઓગસ્ટ ૨૦૨૦માં મૃત્યુ થવાથી ‘બ્લેક પેન્થર: વકાન્ડા ફોરએવર’નું કામ અટકી પડ્યું. માર્વેલ સ્ટુડિયોએ ચેડવિકના માનમાં તેની જગ્યાએ કોઈને કાસ્ટ નહીં કરવામાં આવે તેમ કહીને ફિલ્મની જાહેરાત ફરીથી કરી હતી. એટલે હવે કયું પાત્ર બ્લેક પેન્થર બનશે એ જાણવું ફેન્સ માટે રસપ્રદ રહેશે.
ડિરેક્ટર: રાયન કુગલર
કાસ્ટ: લુપીટા ન્યોન્ગો, ડનાઈ ગુરીરા, લટીશિયા રાઈટ
એવેટાર: ધ વે ઓફ વોટર (૧૬ ડિસેમ્બર)
‘એવેટાર’ (હા, ‘અવતાર’ નહીં) અને તેના ડિરેક્ટર જેમ્સ કેમેરોન સાથે સંકળાયેલી દરેક વાત નવો ચીલો પાડનારી હોય છે. ૨૦૦૯માં આવેલી અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ અફલાતૂન વિઝ્યુઅલ્સવાળી ‘એવેટાર’ પછી કેમેરોન તેની સિક્વલની તૈયારીમાં લાગી ગયા હતા, પણ એ વખતે તેમને લાગ્યું કે ફિલ્મની એકથી વધુ સિક્વલ બનવી જોઈએ. એટલે તેમણે એક-બે નહીં, પણ ચાર સિક્વલ્સની જાહેરાત કરી. તેઓ એટલા ખંતથી કામ કરે કે વર્ષો કાઢી નાખે. એટલે જ ‘એવેટાર’ની પહેલી સિક્વલ છેક ૧૩ વર્ષે આવી રહી છે. છતાં દર્શકો ‘એવેટાર: ધ વે ઓફ વોટર’ના ટ્રેલરમાં દેખાડાયેલા વિઝ્યુઅલ્સ પર ફરીથી ઓવારી ગયા છે!
ડિરેક્ટર: જેમ્સ કેમેરોન
કાસ્ટ: સેમ વર્ધિન્ગટન, ઝોઈ સેલ્ડાના, સ્ટીવન લેન્ગ
આ મજેદાર પટારાની વાતો કંઈ ખૂટે એમ નથી એટલે આપણે અમુક ફિલ્મ્સની ફક્ત યાદી બનાવીને વાત પૂરી કરીએ.
ભારતીય ફિલ્મ્સ:
જાદુગર (૧૫ જુલાઈ), શમશેરા (૨૨ જુલાઈ), સીતા રામન (૫ ઓગસ્ટ), રક્ષા બંધન (૧૧ ઓગસ્ટ), લાઈગર (૨૫ ઓગસ્ટ), વિક્રમ વેધા (૩૦ સપ્ટેમ્બર), દૃશ્યમ-૨ (હિન્દી – ૧૮ નવેમ્બર), ભેડિયા (૨૫ નવેમ્બર), ધ ગુડ મહારાજા (૧૭ ડિસેમ્બર), સર્કસ (૨૩ ડિસેમ્બર).
અમેરિકન ફિલ્મ્સ:
પર્સ્યુએશન (૧૫ જુલાઈ), નોપ (૨૨ જુલાઈ), ડીસી લીગ ઓફ સુપર પેટ્સ (૨૯ જુલાઈ), બુલેટ ટ્રેન (૫ ઓગસ્ટ), સિક્રેટ હેડક્વોર્ટર્સ (૫ ઓગસ્ટ), બિસ્ટ (૧૯ ઓગસ્ટ), થ્રી થાઉઝન્ડ યર્સ ઓફ લોગિંગ (૩૧ ઓગસ્ટ), બ્લેક એડમ (૨૧ ઓક્ટોબર), ટિકિટ ટુ પેરેડાઈઝ (૨૧ ઓક્ટોબર), સ્પેલબાઉન્ડ (૧૧ નવેમ્બર), ધ ફેબલમેન્સ (૧૧ નવેમ્બર), ક્રીડ થ્રી (૨૩ નવેમ્બર), સ્પોઈલર એલર્ટ: ધ હીરો ડાય્ઝ (૨ ડિસેમ્બર), શઝેમ! ફ્યુરી ઓફ ધ ગોડ્સ (૨૧ ડિસેમ્બર), અ મેન કોલ્ડ ઓટ્ટો (૨૫ ડિસેમ્બર), બેબીલોન (૨૫ ડિસેમ્બર).
———–
લાસ્ટ શોટ
દિગ્દર્શક ડેમિયન શઝેલની ‘બેબીલોન’ પણ ‘એમ્સ્ટર્ડેમ’ જેવી જ એક મલ્ટિસ્ટારર હોલિવૂડ ફિલ્મ છે, જેમાં બ્રાડ પીટ, માર્ગો રોબી, ટોબી મેગ્વાયર, લી જૂન લી વગેરે એક્ટર્સ છે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.