Homeદેશ વિદેશતેલંગણામાં ભારત જોડો યાત્રાનો દસમા દિવસમાં પ્રવેશ

તેલંગણામાં ભારત જોડો યાત્રાનો દસમા દિવસમાં પ્રવેશ

ભારત જોડો યાત્રા: કૉંગ્રેસની ભારત જોડો યાત્રા તેલંગણાના જોગીપેટમાં પહોંચી ત્યારની પક્ષનેતા રાહુલ ગાંધીની તસવીર. (તસવીર: પીટીઆઈ)
——-
હૈદરાબાદ: ઑલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના નેતા રાહુલ ગાંધી નેતૃત્વ હેઠળ તેલંગણામાં ભારત જોડો યાત્રા દસમા દિવસમાં પ્રવેશી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં પ્રવેશતા અગાઉ ૭ નવેમ્બરે જુક્કાલ ખાતે એક સભાને સંબોધન કરશે.
ભારત જોડો યાત્રાનો તેલંગણાનો તબક્કો પણ એ જ દિવસે પૂરો થશે.
તેલંગણા પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રમુખ રેવાન્થ રેડ્ડી સહિત રાજ્યના અનેક વરિષ્ઠ નેતાઓએ શુક્રવારે સભાના સ્થળની મુલાકાત લીધી હતી.
ભારત યાત્રા જોડો પદયાત્રાના તેલંગણાનો તબક્કો ૨૪ ઑક્ટોબરે શરૂ થયો હતો અને મહારાષ્ટ્રમાં પ્રવેશતા અગાઉ તે ૭ નવેમ્બરે પૂરો થશે.
દરમિયાન, શુક્રવારે એક દિવસના વિરામ બાદ અન્દોલે મતદારક્ષેત્રના ચૌટુકર ખાતેથી શનિવારે યાત્રા ફરી શરૂ થઈ હતી. ૨૦ કિ.મી. જેટલું અંતર કાપ્યા બાદ શનિવારે રાત્રે અલ્લાદૂર્ગ ખાતે યાત્રાનો પડાવ હશે.
ભારત જોડો યાત્રાનો આરંભ ૭ સપ્ટેમ્બરે ક્ધયાકુમારીથી થયો હતો. ગયા અઠવાડિયે તેલંગણામાં પ્રવેશતા અગાઉ રાહુલ ગાંધીએ કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકની પદયાત્રા પૂરી કરી હતી. (એજન્સી)

RELATED ARTICLES

Most Popular