બકરી ઇદના દિવસે ન થાય ગાયોનો વધ, ખાતરી કરો- વિધાનસભા અધ્યક્ષે ડીજીપીને લખ્યો પત્ર

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે રાજ્યના ડીજીપી (ડિરેક્ટકર જનરલ ઓફ પોલીસ) રજનીશ સેઠને પત્ર લખીને એની ખાતરી કરવાનો નિર્દેશ આપ્યો છે કે 10મી જુલાઇએ બકરી ઇદના દિવસે ગાયોનો વધ કરવામાં ન આવે. મહારાષ્ટ્રમાં બકરી ઇદના દિવસે ગૌ હત્યા રોકવાની માગણી વિશ્વ હિન્દુ પરિષદે નાર્વેકરને કરી હતી.

મહારાષ્ટ્રના ડીજીપીને લખેલા પત્રમાં સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં ગૌ હત્યા પર પૂર્ણ પ્રતિબંધ છે અને બકરી ઇદના દિવસે મોટી સંખ્યામાં ગાયોનો વધ થવાની સંભાવના છે. એટલે બકરી ઇદના દિવસે ગૌ હત્યા રોકવા માટે આવશ્યક પગલા લેવામાં આવે.

નોંધનીય છે કે હજુ થોડા દિવસ પહેલા જ મુંબઈના ઉપનગર દેવનારમાં પોલીસે 2,500 કિ.ગ્રા.થી વધુ ગૌમાંસ જપ્ત કર્યું હતું અને ઓછામાં ઓછા દસ લોકોની ધરપકડ કરી હતી. દેવનાર પોલીસને એક પશુ કલ્યાણ સંગઠને મુંબઈમાં ગૌમાંસ આવવાનું હોવાનુ ગુપ્ત સૂચના આપી હતી. એ પછી પોલીસે ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ પર છટકું ગોઢવીને ત્રણ વાહનોમાંથી ગૌમાંસ પકડી પાડ્યુ હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.