Homeટોપ ન્યૂઝFIFA 2022: ઈરાન સામે ઇંગ્લેન્ડનો ભવ્ય વિજય

FIFA 2022: ઈરાન સામે ઇંગ્લેન્ડનો ભવ્ય વિજય

કતારઃ ફિફા વર્લ્ડકપ 2022ની બીજી મેચમાં ઈંગ્લેન્ડ અને ઈરાની ટીમ વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ઈંગ્લેન્ડની ટીમે 6-2થી ઇરાનને કચડીને અન્ય હરીફોને પડકાર ફેંકયો હતો.
પહેલી જ મેચમાં ઇંગ્લેન્ડના પાંચ ખેલાડી ઝળકીને કુલ મળીને ઈરાન સામે છ ગોલ કર્યા હતા.

ફિફા વર્લ્ડકપની આ બીજી મેચ કતારના ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઈરાનની ટીમે 2 ગોલ અને ઈંગ્લેન્ડની ટીમે 6 ગોલ કરવામાં આવ્યા હતા. ફિફા વર્લ્ડકપની સોમવારે રમાયેલી બીજી મેચમાં કુલ મળીને આઠ ગોલ નોંધાયા હતા.
મેચના પહેલા સેશનમાં ઈંગ્લેન્ડના ત્રણ ગોલ જોવા મળ્યા હતા, જ્યારે બીજા સેશનમાં ઈંગ્લેન્ડના ત્રણ અને ઈરાનના બે ગોલ જોવા મળ્યા હતા. ઇંગ્લેન્ડ વતીથી બુકાયો સાકાએ ગોલ કર્યો હતો, જે સૌથી યુવાવયનો ખેલાડીનું સન્માન ધરાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular