Homeટોપ ન્યૂઝટ્વેન્ટી ૨૦ ફાઈનલ મેચમાં પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડનો શાનદાર વિજય

ટ્વેન્ટી ૨૦ ફાઈનલ મેચમાં પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડનો શાનદાર વિજય

મેલર્બન: ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ટ્વેન્ટી-૨૦ની ગ્રાન્ડ ફાઈનલ મેચમાં રવિવારે પાકિસ્તાનના ૧૩૭ રનના સામાન્ય સ્કોરના જવાબમાં પાંચ વિકેટે ૧૩૮ રન બનાવીને ઇંગ્લેન્ડે શાનદાર વિજય મેળવ્યો હતો. બેન સ્ટોક્સે હાફ સેન્ચ્યુરી મારી (49 બોલમાં 52 રન)ને ઇંગ્લેન્ડને વિજય અપાવવામાં મદદ મળી હતી. પંદર ઓવરમાં ચાર વિકેટે 97 રન કર્યા હતા, જ્યારે છેલ્લી પાંચ ઓવરમાં બેન સ્ટોક્સ અને મોઈન અલીની નોંધપાત્ર રનની ભાગીદારીને કારણે ઇંગ્લેન્ડને વિજય અપાવવામાં મદદ મળી હતી.
મેલર્બન ક્રિકેટ ગ્રાઉન્ડમાં વરસાદના વિઘ્ન વચ્ચે પાકિસ્તાનને શરૂઆતમાં સારી બેટિંગ કરી હતી, પરંતુ તબક્કાવાર વિકેટ ગુમાવતા 20 ઓવરમાં 137 રનનો સામાન્ય સ્કોર કરતા ઇંગ્લેન્ડે પાકિસ્તાન દબાણ લાવ્યા હતા. ઇંગ્લેન્ડની સામે પાકિસાતને મજબૂત બોલિંગની સાથે ફિલ્ડિંગ કરવાને કારણે એક તબક્કે ઈંગ્લેન્ડને 138 રન બનાવવામાં મુશ્કેલી આવી હતી. પાકિસ્તાનના 138 રનના ટાર્ગેટ સામે ઇંગ્લેન્ડે પણ દમદાર બેટિંગ કરી નહોતી. પહેલી દસ ઓવરમાં ત્રણ વિકેટે 77 રન બનાવ્યા હતા, જ્યારે બીજી દસ ઓવરમાં 60 રનનો સામાન્ય સ્કોર કર્યો હતો. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન બાબર આઝમે ૨૮ બોલમાં ૩૨ રન કર્યા હતા, જ્યારે શાન મસૂદે 28 બોલમાં 28 રન બનાવ્યા હતા, ત્યાર બાદ બાકીના અન્ય બેટ્સમેન મહોમ્મદ રિઝવાને ૧૫ રન કર્યા હતા. શરૂઆત સારી રહી હતી, પરંતુ બીજી દસ ઓવરમાં ધબડકો થવાને કારણે સામાન્ય કહી શકાય એવો ટાર્ગેટ આપ્યો હતો. એની સામે ઇંગ્લેન્ડ વતીથી સૌથી વધુ વિકેટ સેમ કરને (ચાર ઓવરમાં 12 રન આપીને) ત્રણ વિકેટ ઝડપી હતી. આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડને બબ્બે વિકેટ અને બેન સ્ટોકસને એક વિકેટ મળી હતી.

 

RELATED ARTICLES

Most Popular