Homeટોપ ન્યૂઝદિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી, તમામ મુસાફરો સુરક્ષિત

દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી, તમામ મુસાફરો સુરક્ષિત

શુક્રવારે રાત્રે દિલ્હીથી બેંગ્લોર જતી ઈન્ડિગોની ફ્લાઈટના એક એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી. દિલ્હી એરપોર્ટ પર પ્લેન રનવે પર દોડી રહ્યું હતું ત્યારે ટેક ઓફ પહેલા એક તરફના એન્જીનમાં આગ લાગી હતી જેને કારણે ટેકઓફ રોકવામાં આવ્યું હતું. મળતી મહિતી મુજબ દિલ્હીથી બેંગલુરુ ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-2131 એ લગભગ 9:45 વાગ્યે ટેક-ઓફ રદ કર્યું હતું અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. આ ફ્લાઈટમાં 184 લોકો હતા.
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જ્યારે પ્લેન ટેક ઓફ કરવા માટે રનવે પર દોડે છે ત્યારે અચાનક એક સ્પાર્ક થાય છે અને પછી આગની જ્વાળાઓ ઉછળવા લાગે છે. આ જોઈને પાઈલટ તરત જ વિમાનને રનવે પર જ રોકી દે છે અને તમામ લોકોને બચાવી લેવામાં આવે છે.

“>

ઈન્ડિગો વતી સત્તાવાર નિવેદન જારી કરીને એવું કહેવામાં આવ્યું છે કે ફ્લાઈટ નંબર 6E-2131માં ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી જે દિલ્હીથી બેંગલુરુ માટે ટેકઓફ કરવાની હતી, જેના પછી તરત જ પાઈલટે ફ્લાઈટ રોકી દીધી હતી અને એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સલામત છે.

RELATED ARTICLES

Most Popular