ENG vs NZ 2nd Test: રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 1 રને હરાવ્યું, શ્રેણી 1-1થી બરાબર

61

T20 જેવા ફાસ્ટ ફોર્મેટની બોલબાલા વધી હોવા છતાં ટેસ્ટ મેચનો રોમાંચ અલગ જ હોય છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ ખુબ રસાકસીભરી રહી. ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 1 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર થઇ ગઈ છે.
એક સમયે ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટ મેચ જીતી જશે એવું લાગી રહ્યું હતું. પરંતુ ન્યૂઝીલેન્ડના ક્રિકેટરોને ભાગ્ય એ સાથ આપ્યો. છેલ્લા બેટ્સમેન તરીકે બેટિંગ કરવા આવેલા જેમ્સ એન્ડરસનને વેંગરે આઉટ કરીને ન્યૂઝીલેન્ડને ઐતિહાસિક જીત અપાવી હતી.
જ્યારે ઈંગ્લેન્ડને જીતવા માટે 7 રનની જરૂર હતી અને માત્ર 1 વિકેટ બાકી હતી ત્યારે એન્ડરસને ચોગ્ગો ફટકાર્યો હતો જેના કારણે મેચ ખૂબ જ રોમાંચક બની ગઈ હતી. ઇંગ્લેન્ડને જીતવા માટે 2 રનની જરૂર હતી પરંતુ નીલ વેગનરે એન્ડરસનને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને 1 રને જીત અપાવી હતી.

“>

ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 258 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ બીજી ઇન્નીંગમાં 256 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ માટે નીલ વેગનરે 4 વિકેટ લઈને ન્યુઝીલેન્ડને શાનદાર જીત અપાવી હતી.
ટિમ સાઉથીએ 3 વિકેટ લીધી હતી, આ ઉપરાંત મેટ હેનરીએ 2 વિકેટ લીધી હતી. આ શાનદાર જીત સાથે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં 1-1થી બરાબરી કરવામાં સફળ રહ્યું છે. જણાવી દઈએ કે પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!