Homeઆપણું ગુજરાતએક યુગનો અંત: ભારતના અગ્રણી આર્કિટેક્ટ ડૉ બીવી દોશીનું 95 વર્ષની વયે...

એક યુગનો અંત: ભારતના અગ્રણી આર્કિટેક્ટ ડૉ બીવી દોશીનું 95 વર્ષની વયે અવસાન

વિશ્વપ્રખ્યાત ભારતીય આર્કિટેક્ટ ડૉ. બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી (બી.વી.દોશી)નું 95 વર્ષની વયે અવસાન થયું છે. બીવી દોશીએ અમદાવાદ સ્થિત તેમના નિવાસ સ્થાન કમલા હાઉસમાં મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનને સમાચાર મળતા જ ભારતના આર્કીટેક્ચર જગતમાં શોકની લાગણી ફરીવળી છે. આજે બપોરે તેમના નિવાસ સ્થાનથી તેમની અંતિમ યાત્રા નીકળશે.

સોશિયલ મીડિયા યુઝર્સ તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, લોકો તેમને ભારતના મહાન આર્કિટેક્ટ તરીકે ગણાવી રહ્યા છે. PM મોદીએ ડૉ.બી.વી. દોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

“>

બીવી દોશીએ ભારતની કેટલીક સૌથી પ્રતિષ્ઠિત ઈમારતો ડીઝાઇન કરી છે. અમદવાદમાં આવેલ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવદની ગુફા અંડરગ્રાઉન્ડ ગૅલેરી, ટાગોર મેમોરિયલ હોલ, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી અને પ્રેમાભાઈ હોલ તેમજ તેમના રહેઠાણ કમલા હાઉસ તેમણે ડીઝાઈન કર્યું છે. બેંગલુરુ અને ઉદયપુરના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, દિલ્હીમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી, સેન્ટર ફૉર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નૉલૉજી સહિત અનેક સ્થાપત્યો તેમેણે ડીઝાઈન કર્યા છે.
આર્કિટેક્ચરના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને 2018 માં પ્રિત્ઝર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ઇન્દોરમાં અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટ માટે તેમની ડિઝાઇનને આર્કિટેક્ચર માટે આગા ખાન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 2022 માં તેમને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બ્રિટિશ આર્કિટેક્ટ્સનો રોયલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ સન્માનવામાં આવ્યા છે.

બીવી દોશીની શૈલી 20મી સદીના મહાન આર્કિટેકટ લે કોર્બ્યુઝિયર અને લુઈસ ખાનથી પ્રભાવિત છે. દોશીએ 2018નું પુરસ્કાર મેળવ્યા બાદ કહ્યું હતું કે, “મારા કાર્યો મારા જીવન, ફિલસૂફી અને સપનાઓનું જ વિસ્તરણ છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular