એમી અવૉર્ડ એનાયત કરાયા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

લોસ એન્જેલસ: સોમવાર, ૧૨ સપ્ટેમ્બરે લોસ એન્જેલસના માઇક્રોસૉફ્ટ થિયેટરમાં યોજાયેલા ૭૪મા પ્રાઇમટાઇમ એમી અવૉર્ડ્સમાં આઉટ સ્ટેન્ડિંગ કૉમેડી સિરીઝનું પારિતોષિક જીતનારી સિરિયલ ‘ટેડ લાસો’ના કાસ્ટ ઍન્ડ ક્રુ મેમ્બર્સે પ્રેસ રૂમમાં ફોટોસેશનમાં હાજરી આપી હતી. એમી અવૉર્ડ્સમાં ‘ટેડ લાસો’ અને ‘સક્સેશન’ સિરિયલો ટોચ પર રહી હતી. તે ઉપરાંત ‘સ્ક્વિડ ગેમ’ સહિત કેટલીક શ્રેણીઓને બહુમાનો પ્રાપ્ત થયા હતા.
અમેરિકન અભિનેત્રી ઝેન્ડાયા, અમેરિકન ગાયિકા લિઝ્ઝો અને અમેરિકન લેખિકા શેરિલ લી રાલ્ફના ટ્રોફીઓ લેવા મંચ પર આગમન સાથે પ્રેક્ષકોમાં જોશ, ઉત્સાહ અને મોજનો માહોલ છવાઈ ગયો હતો. ઝેન્ડાયાને ‘યુફોરિયા’ સિરીઝ માટે સેક્ધડ બેસ્ટ ડ્રામા સિરીઝ ઍક્ટ્રેસનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શેરિલ લી રાલ્ફને ‘એબટ એલીમેન્ટરી’ સિરીઝમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ વખતે સાઉથ કોરિયાની સિરીઝ ‘સ્ક્વિડ ગેમ’ને બે સન્માનો પ્રાપ્ત થયા હતા. ‘સ્ક્વિડ ગેમ’ના ડિરેક્ટર હવાંગ ડોંગ હ્યુકને શ્રેષ્ઠ દિગ્દર્શન માટે અને અભિનેતા લી જુંગ -જાને બેસ્ટ ડ્રામા સિરિઝ ઍક્ટરના અવૉર્ડ્સ પ્રાપ્ત થયા હતા. લી જુંગ-જાએ બેસ્ટ ડ્રામા સિરીઝ ઍક્ટરનો એમી અવૉર્ડ મેળવનાર પ્રથમ એશિયન અભિનેતા તરીકેનું માન મેળવ્યું હતું. ‘ટેડ લાસો’માં અભિનય માટે જેસન સુદેઇકિસને અને અભિનેત્રી ઝ્યાં સ્માર્ટને ‘હૅક્સ’માં અભિનય માટે પારિતોષિકો એનાયત કરાયા હતા. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.