Homeઆપણું ગુજરાતસુરતથી ટેકઓફ થયેલી ફ્લાઈટને પક્ષી અથડાતા અમદાવાદમાં કરાયું ઈમરજન્સી લેન્ડીંગ

સુરતથી ટેકઓફ થયેલી ફ્લાઈટને પક્ષી અથડાતા અમદાવાદમાં કરાયું ઈમરજન્સી લેન્ડીંગ

સુરત એરપોર્ટ પર રવિવારે ટેકઓફ દરમિયાન એક ખાનગી એરલાઈન્સની ફ્લાઈટને પક્ષી અથડાઈ જતા ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. સુરતથી દિલ્હી થઈ કાઠમંડુ જઈ રહેલી ફ્લાઈટમાં ક્રૂ મેમ્બરો સહિત 50 મુસાફરો હતા.
મળતી માહિતી મુજબ એક ફ્લાઈટ સુરતથી દિલ્હી થઈ કાઠમંડુ જવાના સુરત એરપોર્ટ પરથી રવાના થઈ હતી. જોકે આ દરમિયાન ફ્લાઈટને અચાનક પક્ષી અથડાયું હતું, જેના કારણે આ ફ્લાઈટનું અમદાવાદના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતુ. સુરતથી દિલ્હી થઈ કાઠમંડુ જનારી આ ફ્લાઈટમાં ક્રુ મેમ્બરો સહિત 50 મુસાફરો હોવાનું જાણવા મળ્યા હતું. આ ફ્લાઈટ અમદાવાદમાં એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડીંગ થયા બાદ તમામ ક્રુ મેમ્બરો સહિત મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. તમામ મુસાફરોને દિલ્હી અન્ય ફ્લાઈટમાં મોકલાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular